________________
કર્મોના અભાવથી આત્માને પોતાના સ્વભાવ તરફ લઈ જવા માટે છે તે અઘ્યયન છે. બીજા શબ્દોમાં કહીએ તો જેનાથી જીવાદિ પદાર્થોનો અધિગમ હોય છે અથવા જેનાથી અધિક જ્ઞાન પ્રાપ્તિ થાય છે. અથવા ભવોથી આવતી અષ્ટ પ્રકારની કર્મરજનો જેના દ્વારા ક્ષય થાય છે, તે ભાવાધ્યયન છે. નિર્યુક્તિમાં પહેલા પિંડાર્થ અને તેના પછી પ્રત્યેક અધ્યયનની વિશેષ વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રથમ અધ્યયનનું નામ વિનયશ્રુત છે. શ્રુતનો પણ નામ આદિ ચાર નિક્ષેપો દ્વારા વિચાર કર્યો છે. નિર્ભવ આદિ દ્રવ્યશ્રુત અને જે શ્રુતમાં ઉપયુક્ત છે, તે ભાવશ્રુત છે. સંયોગ શબ્દની પણ વિસ્તારથી વ્યાખ્યા કરેલ છે. સંયોગ શબ્દ સંસારનું કારણ છે. તેનાથી જીવ કર્મમાં આબદ્ધ થાય છે, તે સંયોગથી મુક્ત થવાથી જ વાસ્તવિક આનંદની ઉપલબ્ધિ થાય છે.
છે
દ્વિતીય અધ્યયનમાં પરીષહ ઉપર પણ નિક્ષેપ આગમ અને નોઆગમના ભેદથી બે પ્રકારે છે– નોઆગમ પરીષહ જ્ઞાયક શરીર ભવ્ય અને ત ્—વ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના છે. ભાવ પરીષહમાં કર્મનો ઉદય થાય છે.
કુતઃ, કસ્ય, દ્રવ્ય, સમવતાર, અધ્યાસ, નય, વર્તના, કાળ, ક્ષેત્ર, ઉદ્દેશ, પૃચ્છા, નિર્દેશ અને સૂત્રસ્પર્શ એ ૧૩ દ્વાર છે. ક્ષુધા પિપાસાની વિવિધ દષ્ટાંતો દ્વારા વ્યાખ્યા કરવામાં આવેલ છે. ત્રીજા અધ્યયનમાં ચતુરંગીય શબ્દની નિક્ષેપ પદ્ધતિએ વ્યાખ્યા કરેલ છે. અંગ શબ્દના પણ નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ, અને ભાવાંગના રૂપમાં ચિંતન કરતા દ્રવ્યના ગંધાંગ, ઔષધાંગ, મદ્યાંગ, આતોઘાંગ અને શરીરાંગ અને યુદ્ઘાંગ એ છ પ્રકાર કહ્યા છે. ગંધાંગના જમદગ્નિ જટા, હરેણુકા, શબર–નિવસનક (તમાલપત્ર), સપિત્રિક, મલ્લિકાવાસિત, ઔસીર હબેર, ભદ્રદારુ, શતપુષ્યા આદિ ભેદ છે. એનાથી સ્નાન અને વિલેપન કરવામાં આવતું હતું.
ઔષધાંગ ગુટિકામાં પિંડદારુ હરિદ્રા (હળદર), માહેન્દ્ર ફળ, સૂંઠી (સૂંઠ), પિપ્પલી (પીપરીમૂળ), તીખા, આર્દ્રક (આદું), બિલ્વમૂળ (બિલ્લા) અને પાણીએ અષ્ટ વસ્તુઓ મેળવેલી હોય છે. તેનાથી કંડુ, તિમિર, અર્ધશિરોરોગ તાત્તીરિક, ચાતુર્થિક, જવર, મૂષĒશક, સર્પદંશ શીધ્ર નષ્ટ થઈ જાય છે. દ્રાક્ષના ૧૬ ભાગ, ધાતકી પુષ્પના ચાર ભાગ, એક આઢક ઈક્ષુરસ(શેરડીનો રસ) તેનાથી મદ્યાંગ બને છે. એક મુકુંદાતુર્ય, એક અભિમારદારુક, એક શાલ્મલી પુષ્પ, તેના બંધથી પુષ્પોમિશ્ર બાલબંધ વિશેષ આતોઘાંગ થાય છે. માથું, પેટ, પીઠ(વાસો), બાહુ, ઉરુ(સાથળ) એ શરીરાગ છે.
53