________________
: ૩૪ : તને – આમાં કર્મોની સ્થિતિમાં વિશેષરૂપે સહાયક લેશ્યાઓનું વર્ણન હોવાથી આનું નામ લેશ્યા અધ્યયન છે. ૧ ગાથાઓમાં વેશ્યાઓનું દ્રવ્ય ભાવાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. : ૩૫ : અનVITY :- અણગારનો અર્થ છે ઘર છોડેલ સાધુ. ૨૧ ગાથામાં સાધુના ગુણોનું વર્ણન છે. તેથી તેનું નામ અણગાર રાખવામાં આવ્યું છે. : ૩૬: નવા નવવિભક્તિ :- જીવવિભાગ અને અજીવવિભાગનું ભેદ-પ્રભેદ સહિતનું વર્ણન હોવાથી આનું નામ જીવાજીવ વિભક્તિ રાખ્યું છે. આમાં ર૯(૨૮, ૨૭૪) ગાથાઓ છે. આ સૌથી મોટું અધ્યયન છે. અંતમાં જીવનને સમાધિમય બનાવી સમાધિમરણ (સંલેખના)નું પણ વર્ણન છે અને અંતિમ ગાથામાં બતાવ્યું છે કે પ્રભુ મહાવીરે આ તત્ત્વો અને ઉપદેશ કહેલ છે, અધ્યયનોની ૩૬ સંખ્યાનો સંકેત પણ અંતિમ ગાથામાં કરવામાં આવ્યો છે.
વ્યાખ્યા સાહિત્ય :ઉત્તરાધ્યયન નિર્યુક્તિ - મૂળ ગ્રંથને સ્પષ્ટ કરવા માટે આચાર્યોએ સમય-સમય પર વ્યાખ્યા સાહિત્યનું નિર્માણ કર્યું છે. જેમ વૈદિક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે મહર્ષિ યાસ્કે નિઘંટુ ભાષ્યરૂપ નિર્યુકિત લખી તે જ રીતે આચાર્ય ભદ્રબાહુએ જૈન આગમોના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા માટે પ્રાકૃત ભાષામાં દશ નિયુક્તિની રચના કરી. એમાં ઉત્તરાધ્યયન ઉપર પણ એક નિર્યુક્તિ છે. આ નિર્યુક્તિમાં ૦૭ ગાથાઓ છે. તેમાં અનેક પારિભાષિક શબ્દોની નિક્ષેપ પદ્ધતિએ વ્યાખ્યા કરેલ છે અને અનેક શબ્દોના વિવિધ પર્યાયો પણ આપ્યા છે. સર્વપ્રથમ ઉત્તરાધ્યયન શબ્દની પરિભાષા કરતાં ઉત્તર પદનું (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) દિશા, (૬) તાપ–ક્ષેત્ર, (૭) પ્રજ્ઞાપક, (૮) પ્રતિ, (૯) કાળ, (૧૦) સંચય, (૧૧) પ્રધાન, (૧૨) જ્ઞાન, (૧૩) ક્રમ, (૧૪) ગણના અને (૧૫) ભાવ, એમ ૧૫ નિક્ષેપોનું ચિંતન કર્યું છે. ઉત્તરનો અર્થ ક્રમોત્તર કરેલ છે.
નિર્યુક્તિકારે અધ્યયન પદ ઉપર વિચાર કરતાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારો વડે "અધ્યયન' ઉપર પ્રકાશ પાડ્યો છે. પણ બદ્ધ અને બધ્યમાન
52