________________
નામ યશીય રાખ્યું છે. : ૨૬ઃ સામાવારી:- ૫૩ ગાથાના આ અધ્યયનમાં સાધુ મહારાજની સામાન્ય દિનચર્યાનું અને રાત્રિચર્યાનું વર્ણન હોવાથી આનું નામ 'સમાચારી' રાખ્યું છે. : ૨૭ઃ હતું :- ખલુંકનો અર્થ છે –દુષ્ટબળદ. ૧૭ ગાથામાં દુષ્ટ બળદના દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યોની ક્રિયાઓનું વર્ણન છે. તેથી આનું નામ ખલુંકીય આપ્યું. પ્રસંગોપાત્ત વિનીત સાધુનાં કર્તવ્યોનું પણ કથન કરેલ છે. : ૨૮: મોક્ષનીf–ાતિઃ- આ અધ્યયનમાં મોક્ષના માર્ગ–સ્વરૂપ રત્નત્રયીનું વર્ણન છે. તેથી તેનું નામ મોક્ષમાર્ગગતિ રાખ્યું છે. આમાં ૩૬ ગાથા છે. : ર૯: -TRIBમ :- આમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનાં વિભિન્ન તત્ત્વોને નજર સમક્ષ રાખી ૭૩ પ્રશ્નો અને ૭૩ ઉત્તરોમાં આધ્યાત્મિક વિકાસની સીડીઓ બતાવી છે. સંપૂર્ણ અધ્યયન ગધબદ્ધ છે. : ૩૦ : તપોભા :- આ અધ્યયનમાં ૩૭ ગાથાઓ છે. તેમાં તપશ્ચર્યાનું વર્ણન હોવાથી તેનું નામ તપોમાર્ગ રાખ્યું છે. : ૩૧ : વાવિધ:- ૨૧ ગાથાના આ અધ્યયનમાં ૧ થી લઈને ૩૩ સંખ્યા સુધી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાનું પ્રતિપાદન છે. પ્રથમ ગાથામાં ચારિત્રની વિધિના વર્ણનની પ્રતિજ્ઞા હોવાથી આનું નામ ચરણ વિધિ’ રાખ્યું છે અને અંતમાં ૩૩ બાબતોમાં જે હંમેશાં ઉપયોગી છે, તે દરેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરે છે, તેવા સાધુ સંસારમાં પરિભ્રમણ કરતા નથી, એમ દર્શાવ્યું છે. : ૩ર : અમર સ્થાનીય :- આમાં ૧૧૧ ગાથાઓ છે. તેની ૨૧ મી ગાથામાં વર્ણિત વિષયનો જ આગળની ગાથાઓમાં વિસ્તાર થયો છે. ઈન્દ્રિયોની રાગ-દ્વેષમય પ્રવૃત્તિને પ્રમાદસ્થાનીય માનીને આ અધ્યયનનું નામ પ્રમાદસ્થાનીય રાખ્યું છે. આમાં મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો તરફ પ્રવૃત્ત ઈન્દ્રિયોની વૃત્તિને નિરોધ કરવાનો મુખ્ય ઉપદેશ છે. : ૩૩ વર્ષ પ્રવૃતિ – આ અધ્યયનમાં ર૫ ગાથા છે. તેમાં કર્મોની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન હોવાથી આનું નામ કર્મપ્રકૃતિ રાખવામાં આવ્યું છે.
51