________________
વચ્ચે સનાથ અને અનાથક વિષયક સંવાદ રોચક છે. તે મુનિનું પ્રવ્રજ્યાના કારણે આ નામ 'અનાથ પ્રવ્રજ્યા' આપ્યું હોય, પ્રસ્તુત આગમોમાં આનું નામ મહાનિગ્રંથીયા મળે છે. તેનો સંકેત આ અધ્યયનની બે ગાથાઓમાં છે. મહાનિર્ચન્થીયનો અર્થ–સર્વવિરતિ સાધુ છે. ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનથી (અ. .) વિશેષ વર્ણન હોવાને લીધે આનું નામ "મહાનિર્ગથીય" છે. : ૨૧: સમુદ્રતીયઃ- આ અધ્યયનમાં ૨૪ ગાથા છે. એમાં વણિક પુત્ર સમુદ્રપાલની કથાની સાથે પ્રસંગને અનુરૂપ સાધુના આચારોનું પણ વર્ણન છે. : ૨૨ : રથનેય :- ૫૧ ગાથાના આ અધ્યયનમાં મહત્વપૂર્ણ વાત બતાવી છે. આમાં રથનેમિજીને ઉન્માર્ગમાંથી સત્પથ પર લાવતા રાજેમતીએ કરેલ ઉદ્દબોધન અત્યંત હૃદયસ્પર્શી છે. પ્રસંગોપાત્ત પ્રભુશ્રી અરિષ્ટનેમિ, શ્રી કૃષ્ણ, રાજમતી, રથનેમિ આદિનું ચરિત્ર ચિત્રણ છે. : ૨૩: શીતનીય:- આમાં પાર્શ્વનાથના શિષ્ય કેશી અને મહાવીરના શિષ્ય ગૌતમની વચ્ચે એક જ ધર્મમાં સચેલ–અચેલ, ૪ મહાવ્રત અને પ મહાવ્રત જેવા પરસ્પર વિપરીત દ્વિવિધ ધર્મના વિષયભેદને લઈને સંવાદ થાય છે, તેનું કારણ બતાવતાં કહ્યું છે કે સમયને અનુસરીને બાહ્યાચારમાં પરિવર્તન થતું રહે છે અને થશે. આ સંવાદને લીધે આ અધ્યયન અનેક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ બન્યું છે. આમાંથી વર્તમાનમાં પ્રચલિત ધર્મવિષયક મતભેદોના સમન્વયની પ્રેરણા મળે છે. કુલ ગાથાઓ ૮૯ છે. : ૨૪ ઃ સમિતીય –'નેમિચંદ્ર વૃત્તિ'માં આનું નામ પ્રવચનમાતા' આપ્યું છે. આમાં પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પ્રયોગ હોવાથી સમિતિય નામ ઉપયુક્ત છે. તેમાં ગાથાઓ ૨૭ છે. : ૨૫ : યજ્ઞય:-૪૫ ગાથાના આ અધ્યયનમાં જયધોષમુનિ યજ્ઞમંડપમાં બ્રાહ્મણોની સાથે સંવાદ કરતાં બ્રાહ્મણોનું સ્વરૂપ, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા વગેરે સમજાવી અને કર્મથી જાતિવાદની સ્થાપના કરીને સાધુના આચારનું વર્ણન કરે છે. તેની ૧૯ થી ૨૯ ગાથાઓના અંતમાં" તું વયે બૂમ મારા " પદનું પુનરાવર્તન છે. 'સભિક્ષુ' અને 'પાપશ્રમણીય અધ્યયનની જેમ આનું નામ 'સબ્રાહ્મણ રાખી શકાય. પરંતુ બ્રાહ્મણોનું મુખ્યકર્મ યજ્ઞને દષ્ટિમાં રાખી, યજ્ઞવિષયક આધ્યાત્મિક વ્યાખ્યા કરનારું હોવાથી આનું
(O
|
50