________________
પિતા-પુત્રની વચ્ચેનો સંવાદ દાર્શનિક વિષયો સાથે સંબંધ હોવા છતાં પણ પ્રભાવ ઉત્પન્ન કરે છે. : ૧૫: સમr:- ૧૬ ગાથાના આ અધ્યયનમાં સાધુના સામાન્ય ગુણોનું વર્ણન છે. દરેક ગાથાના અંતમાં સમહૂ પદ મૂકેલ છે. એટલે આ અધ્યયનનું નામ 'સભિક્ષુ રાખ્યું છે. દશવૈકાલિકના ૧૦મા અધ્યયનનું નામ પણ "છે. : ૧૬: બ્રહ્મવ-સમાધિસ્થાન – ૧૭ ગાથાઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે ૧૦ વાતોના ત્યાગની આવશ્યકતા બતાવી છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ પ્રગટ કરનાર આ અધ્યયનમાં ગદ્ય અને પછી પદ્યમાં પુનરાવર્તન કર્યું છે. : ૧૭ઃપાશ્રમળાય – તેમાં પથભ્રષ્ટ સાધુનું વર્ણન હોવાથી તેનું નામ પાપશ્રમણીય રાખ્યું છે. તેની ર૧ ગાથાઓમાંથી ૩ જી ગાથાથી ૧૯ મી ગાથા સુધી દરેક ગાથાના અંતે "વાવમો રિ પુષ્ય પદ મૂકેલું છે. : ૧૮ઃ સંજય – આ અધ્યયનમાં ૫૪ ગાથાઓ છે, જેમાં રાજર્ષિ સંજયની દીક્ષાનું વર્ણન છે. તેની સાથે પ્રસંગોપાત અનેક રાજાઓનો ઉલ્લેખ છે. જેમણે સાધુધર્મમાં દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી હતી. કેટલાક ટીકાકારો એ આ અધ્યયનનું સંસ્કૃત નામ સંયતીય લખ્યું છે, જ્યારે પ્રાકૃતમાં સંગફુન્ન નામ છે. સંજય રાજાનું વર્ણન હોવાથી સંજય નામ બરાબર છે. યાકોબી' તથા 'નિયુક્તિકાર'ની પણ આજ માન્યતા છે. : ૧૯ઃ મૃ/પુત્રીય – મૃગાપુત્રની વૈરાગ્યોત્પાદિકા કથા ૯૯ ગાથામાં કંડારવામાં આવી છે. પોતાના માતા પિતા સાથે થયેલ સંવાદ પણ બોધપ્રદ છે. સાધુના આચારનું કથન કરી પ્રસંગોપાત નારકીય કષ્ટોનું વર્ણન આપવામાં આવ્યું છે. મૃગચર્યાના દષ્ટાંતથી ભિક્ષાચર્યાનું વર્ણન આપવામાં આવ્યું છે. અહીં મૃગચર્યાનો ઉલ્લેખ હોવાથી આ અધ્યયનનું નામ 'સમવાયાંગ'માં મૃગચર્યા આપ્યું હોય તેમ સંભવે છે, પાછળથી મૃગાપુત્રની પ્રધાનતા હોવાથી 'મૃગાપુત્રીય નામ આપ્યું હોય એમ પ્રતીત થાય છે. : ૨૦ઃ મહાનિન્થીયઃ- તેમાં ૬૦ ગાથાઓ છે. અનાથી મુનિ અને રાજા શ્રેણિકની
49