________________
અભિનિષ્ક્રમણ કરતા નમિરાજર્ષિ સાથે બ્રાહ્મણ વેષધારી ઈન્દ્રના આધ્યાત્મિક સંવાદની અભિવ્યક્તિ છે. ઇન્દ્ર મહારાજા પ્રશ્ન કરે છે અને નમિરાજર્ષિ ઉત્તર આપે છે. આમાં પ્રવ્રજ્યાના સમયે ઉત્પન્ન થતાં સામાન્ય વ્યકિતના માનસિક અન્નદ્ધનું ઘણું સુંદર ચિત્રણ થયું છે. પ્રસ્તુત સંવાદમાં રાજર્ષિ નમિની પ્રવ્રજ્યાનું વર્ણન હોવાથી આનું નામ નમિપ્રવ્રજ્યા છે. : ૧૦ઃ દૃમપત્ર :- ૩૭(૩૬) ગાથાના આ અધ્યયનમાં વૃક્ષનાં પીળાં પાંદડાંના દષ્ટાંતથી જીવનની ક્ષણભંગુરતા બતાવી છે. તેથી આ અધ્યયનનું નામ દ્રુમપત્રક રાખ્યું છે. ગૌતમને ઉદ્દેશીને બધાં સાધકોને અપ્રમત્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. પ્રત્યેક ગાથાના અંતે "સમયે જોયમ મા પમાયણ" તથા અંતિમ ગાથામાં " સિદ્ધિ પાછું નોયને" પદ આપ્યું છે. : ૧૧ : વહુશ્રુત(મહાભ્ય) – આ અધ્યયનમાં ૩ર ગાથા છે, જેમાં શાસ્ત્રજ્ઞ વ્યક્તિ (બહુશ્રુત)ની પ્રશંસા કરાઈ છે. પ્રારંભમાં વિનય અધ્યયનની જેમ વિનીત અવિનીતના ગુણ-દોષોનું વર્ણન કરીને વિનીતને બહુશ્રુત અને અવિનીતને અબહુશ્રુત તરીકે ગણાવેલ
: ૧૨: હરિશીય – આ અધ્યયનમાં ૪૭ ગાથાઓ છે. ચાંડાળ જાતિમાં જન્મ લેવા છતાં ઉદાત્ત ચરિત્રના સ્વામી હરિકેશી મુનિનું જીવન ગાથાઓમાં ગૂંથેલું છે. સાથે સાથે તેમની અને બ્રાહ્મણોની વચ્ચેનો સંવાદ નિરૂપ્યો છે. આ સંવાદમાં જાતિવાદની સ્થાપના કર્મથી કરી છે તથા અહિંસક યજ્ઞની શ્રેષ્ઠતા બતાવી છે. : ૧૩ઃ વિત્ત સંપૂયઃ- આ અધ્યયનમાં ચિત્ર અને સંભૂત નામના બે ભાઈઓના છ જન્મોની પૂર્વકથાનું વર્ણન છે. પુણ્યકર્મના નિયાણ બંધને કારણે ભોગાસક્ત સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી)ના જીવનનું પતન તથા સંયમી એવા ચિત્ત મુનિનું ઉત્થાન બતાવી જીવોને ધર્માભિમુખ બનવાનો તથા તેના ફળની અભિલાષા ન કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં એ પણ બતાવ્યું છે, કે કોઈ વ્યક્તિ જો સાધુધર્મનું પાલન ન કરી શકે તો તેણે ગૃહસ્થ ધર્મનું પાલન તો અવશ્યમેવ કરવું જોઈએ. આમાં ૩૫ ગાથાઓ છે. : ૧૪: રૂષારીય - ૫૩ ગાથાઓમાં ઈષકાર નગરના છ જીવોની દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન હોવાથી તેનું નામ ઈષકારીય રાખ્યું છે. તેમાં પતિ-પત્ની તથા
(O)|
48