________________
૪૩ર ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
(૧૩) નિમિત્ત, કૌતુક કાર્યમાં અત્યાસક્ત (૧૪) મંત્ર તંત્ર આદિથી (જાદુઓના ખેલ દેખાડી) જીવન જીવનાર (૧૫) શીલરહિત, ગાઢ અજ્ઞાન–અંધકારગ્રસ્ત, વિપરીત દષ્ટિવાળા, મુનિધર્મ વિરાધક (૧૬) ઔદેશિક અને અષણીય આહાર ગ્રહણ કરનાર, અગ્નિવત્ સર્વભક્ષી (૧૭) દુષ્ટ આચારમાં પ્રવૃત્ત, સંયમહીન દુરાત્મા (૧૮) સંયમને દૂષિત કરનાર (૧૯) ઉભયલોક – ભ્રષ્ટ સાધક (૨૦) સ્વછંદ, કુશીલ તેમજ જિનમાર્ગ વિરાધક. ઉપરોક્ત એક કે અનેક દોષોનું સેવન કરનાર સાધક આત્મગુણોનું રક્ષણ કરી શકતા નથી, તેથી તે અનાથ બની જાય છે. રાતિ -નિગ્રંથ ધર્મમાં શિથિલ બની જાય છે. નિ:સત્વસાધક કષ્ટો તેમજ પરીસહોથી વિચલિત બની દુઃખાનુભવ કરે છે, તે સ્વપરની રક્ષામાં સમર્થ બની શકતો નથી, માટે તે અનાથ કહેવાય છે. દુjછાપ (જુગુપ્સના) – પરિષ્ઠાપન કરવાનાં મળમૂત્ર વગેરે પદાર્થો જુગુપ્સનીય હોય છે માટે પરિષ્ઠાપના સમિતિ માટે જુગુપ્સના' શબ્દ પ્રયોગ કર્યો છે. ઉચ્ચાર પ્રસવણ વગેરે સમિતિ પ્રત્યે ઉપયોગશૂન્ય. અંડજિ:- કેશલોચ માત્રમાં જેની રુચિ છે અથવા વેશમાં રહેવાની માત્ર રુચિ છે, જે સાધુ જીવનના શેષ આચારથી વિમુખ રહે છે, તે નથી તપ કરતો કે નથી કોઈ નિયમ પાલનમાં રુચિ રાખતો. અલિપ વાડા વા:-ખોટા સિક્કાને કોઈ સ્વીકારતું નથી અને તેનાથી વ્યવહાર પણ ચાલતો નથી, તે સર્વથા ઉપેક્ષણીય હોય છે. એ જ રીતે સમ્યગ્દર્શનાદિ રત્નત્રય રહિત સાધુ પણ ગુરુ, સંઘ વગેરે દ્વારા ઉપેક્ષણીય હોય છે. તિર્થ નવિય જૂદત્તા -ઋષિધ્વજ અર્થાત્ મુનિચિહ્ન-રજોહરણ વગેરે સંપૂર્ણ મુનિ વેષભૂષાને ધારણ કરનાર અને તેનાથી જીવનનું પોષણ કરનાર પણ વિ અને નિસગવવUળો:- કાલકૂટ વિષ વગેરેની જેમ, શબ્દાદિ વિષયોની આસક્તિયુક્ત, સુવિધાવાદી શ્રમણધર્મ પણ વિનાશકારી પંથે લઈ જાય છે. શ્રેષ્ઠ વસ્તુ અવળી થાય તો પતન કરે છે. વેચાણ વાવિવાળો :- મંત્ર વગેરેથી વશ ન કરેલા. અનિયંત્રિત વૈતાલ રાક્ષસ પોતાના સાધકનો વિનાશ કરે છે. જે વસ્તુ વિકાસને પંથે લઈ જાય છે, તે જ વસ્તુ અવળી થાય તો પતન કરે છે.
દેટ વિના સવારનાવીઃ- કહેટકવિદ્યા અર્થાત્ મિથ્યા આશ્ચર્યમાં નાખનારા મંત્રતંત્ર જ્ઞાનાત્મિકા વિદ્યા; કર્મબંધનના હેતુરૂપ હોવાથી તે આશ્રયદ્વાર રૂપ છે; એવી જાદુગરી વિદ્યાથી આજીવિકા ચલાવનારને લાઈફવિષ્કારવાળીવી કહ્યા છે. પ્રેતાત્માને આહવાનકારી વિદ્યાઓને પણ 'કુહેટકવિદ્યા' કહેવામાં આવે છે. નિમિત્તવો દત્તસંપI -નિમિત્ત –ભૂત, અને વર્તમાન સંબંધી નિમિત્ત બતાવવા.કૌતુક- સંતાનાદિ માટે સ્નાનાદિ પ્રયોગ દેખાડવા. આ બંને વિદ્યામાં અત્યંત આસક્ત. તમંતને ૩ સે :- ગાઢ મિથ્યાત્વ અને અજ્ઞાનાંધકારના કારણે શીલહીન, દ્રવ્યસાધુ સદા