________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય.
[ ૪૩૧ ]
४९ णिरट्ठिया णग्गरुई उ तस्स, जे उत्तमटुं विवज्जासमेइ ।
इमे वि से णत्थि परे वि लोए, दुहओ वि से झिज्जइ तत्थ लोए ॥४९॥ શબ્દાર્થ :- તલ - આવા મુનિની, - નગ્નરૂચિ, સંયમમાં રૂચિ, નિરીયા - નિરર્થક છે, ને - જે, ૩ત્તમદ્ - સંયમની,
વિશ્વાસને - વિરાધના કરે છે, તે - આ આત્માને માટે, રૂ - આ, તોપ - લોકવિ- અને, પવિ- પરલોક બન્ને, સ્થિ નથી અર્થાત્ બન્ને બગડે છે, તત્થ - આ રીતે બન્ને લોકના અભાવમાં, તોપ = લોકોમાં, કુદ = બન્ને પ્રકારથી, ફિ = ચિંતિત થઈ ક્ષીણ થાય છે.
ભાવાર્થ :- જે સાધુ સંયમની વિરાધના કરે છે તેની શ્રમણ્યમાં રુચિ અર્થાત્ સંયમ સ્વીકારનું પ્રયોજન વ્યર્થ થઈ જાય છે. તેના માટે ન તો આ લોક સફળ છે કે ન પરલોક બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી લીધે બંને લોકને બગાડીને તે ભિક્ષુ દુઃખી થાય છે. ५० एमेवऽहाछंद कुसीलरूवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं ।
कुररी विवा भोगरसाणुगिद्धा, णिरटुसोया परियावमेइ ॥५०॥ શબ્દાર્થ - પ્રવ - આ રીતે, માછલ લીન વે - સ્વચ્છંદી અને કુશીલ, ચારિત્રભ્રષ્ટ સાધુ, નિપુરમાળ - જિનેન્દ્ર ભગવાનના ઉત્તમ, મ - માર્ગની, વિરાgિ - વિરાધના કરીને, મોરલાપુજા = ભોગરસમાં આસક્ત બનીને, રિફુલોયા = નિરર્થક શોક કરનારી, સુરત જિવા - કરરી–પક્ષિણી સમાન, પરિયાંવમેટ્ટ - પરિતાપને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- જેમ ભોગરસની લોલુપ ગીધડી (પક્ષિણી) નિરર્થક શોક કરી દુઃખી થાય છે. તેમજ દુરાચારી અને સ્વછંદી સાધુ પણ જિનેશ્વર ભગવાનના ઉત્તમ માર્ગની વિરાધના કરીને દુઃખ પામે છે.
વિવેચન :
સનાથથી અનાથ થતાં સાધકો:- પ્રસ્તુત ૧૩ ગાથાઓ (ગાથા ૩૮ થી ૫૦ સુધી) માં અનાથી મુનિ દ્વારા વિશિષ્ટ પ્રકારના અનાથનું કથન છે. જે સનાથતાના પંથે પ્રયાણ કરીને પણ પુનઃ પોતાની દુષ્પવૃત્તિના કારણે અનાથ બની જાય છે, અહીં તે અનાથ સાધકોના નિમ્નોક્ત દોષો દર્શાવ્યા છે – (૧) નિગ્રંથ ધર્મ અંગીકાર કરીને કાયરતાથી શિથિલાચારનું સેવન કરવું (૨) દીક્ષિત બની પ્રમાદવશ મહાવ્રતનું સમ્યફ પાલન ન કરવું (૩) આત્મનિગ્રહ ન કરવો. (૪) રસાસકત (રસાદિમાં આસક્ત) (૫) પાંચ સમિતિઓનાં પાલનમાં ઉપયોગ રહિત (અસાવધાન) (૬) અહિંસાદિ મહાવ્રતોમાં અસ્થિર (૭) તપ નિયમોથી ભ્રષ્ટ, (૮) આચારહીન, કેવળ વેષધારી તેમજ રત્નત્રય શૂન્ય હોવાથી વિજ્ઞો-જ્ઞાનીજનોની દષ્ટિમાં મૂલ્યહીન (૯)કુશીલ તેમજ મુનિ વેષભૂષાથી આજીવિકા ચલાવનાર (૧૦) અસંયમી હોવા છતાં પોતાને સંયમી કહેનાર (૧૧) વિષયભોગોની લાલસા સાથે મુનિ ધર્મનું પાલન કરનાર (૧૨) લક્ષણ, સ્વપ્ન ફળ બતાવનાર