________________
૪૨૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પ્રદર્શિત કર્યો છે, તેના દ્વારા અનાથ અને અનાથની વ્યાખ્યા પણ સ્પષ્ટ થાય છે.
જે સ્વયં પોતાનું બીજાનું રક્ષણ કરી શકે, તે સનાથ છે અને જે સ્વયં પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકતા નથી કે દુઃખથી મુક્ત કરી શકતા નથી, તે અનાથ છે.
અનાથતા દૂર કરવાના ઉપાયો ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) આ સંસારની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ મારી વેદનાને કે દુઃખને દૂર કરી શકતી નથી, તેવી સ્વયંને અનાથતાની અનુભૂતિ થવી. (૨) અનાથતાના મૂળભૂત કારણભૂત કર્મ અને કર્મફળનું ચિંતન કરવું. (૩) અનાથતા દૂર કરવા પ્રવ્રજ્યા ગ્રહણનો દઢતમ સંકલ્પ કરવો.
સંયમનું પાલન કરવાથી પોતાના આત્માનું દુર્ગતિથી રક્ષણ થાય છે અને ત્રાસ-સ્થાવર આદિ સમસ્ત જીવોને અભયદાન મળવાથી જીવોનું પણ રક્ષણ થાય છે, તેથી સંયમી મુનિ સનાથ બની જાય છે.
ન – 'દુઃક્ષમા' નો અર્થ છે– દુઃસહ્ય, આ વેદનાનું વિશેષણ છે.
ન્ને ખભા નિ :- બે અર્થ (૧) કલ્ય અર્થાત્ નીરોગી થઈને, પ્રભાત– પ્રાતઃકાળમાં (૨) કલ્ય – આવતી કાલે, ચિંતનાદિની અપેક્ષાએ બીજા દિવસે પ્રાતઃ કાળે.
પષ્ય રિયં :- (૧) પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ અર્થાત્ ઘરથી પ્રવ્રજ્યા માટે નિષ્ક્રમણ કરીશ. પછી અણગારત્વ અર્થાત્ સંયમને અંગીકાર કરીશ. (૨) અણગાર ધર્મના પાલન માટે પ્રવજ્યા ગ્રહણ કરીશ. (૩) ઘરનો ત્યાગ કરી મુનિ બનીશ. તો દંગા ગામ :- (૧) આત્મા જ્યારે ઈન્દ્રિય અને મનની તથા સાંસારિક પદાર્થોની ગુલામી
રે છે, ત્યારે પોતાનો નાથ બની જાય છે. (૨) મુનિ થઈ જવાથી બીજાઓનો પણ નાથ થાય છે કારણકે વાસ્તવિક સુખ જેને અપ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરાવે છે; જેને પ્રાપ્ત થયું છે તેને રક્ષણનો ઉપાય બતાવે છે, એ કારણે મુનિ બીજાનો નાથ બને છે. (૩) ત્રસ–સ્થાવર જીવોનો રક્ષક હોવાથી મુનિ સમસ્ત પ્રાણીઓનો નાથ કહેવાય છે, નિશ્ચય દષ્ટિએ સતુ પ્રવૃત્ત આત્મા જ પોતાનો નાથ છે અને દુષ્પવૃત્ત આત્મા જ અનાથ છે. આત્મા જ મિત્ર અને શત્રુ – આત્મા સ્વયનું હિત કરનાર હોય, તો મિત્ર છે અને અહિત કરનાર હોય, તો શત્રુ છે. દુષ્પવૃત્તિઓમાં સ્થિત સર્વ દુઃખના હેતુભૂત આત્મા વૈતરણી નદી છે અને સમ્પ્રવૃત્તિમાં સ્થિત સર્વ સુખના હેતુભૂત આત્મા જ કામધેનુ અને નંદનવન આદિ રૂપ છે. તાત્પર્ય એ છે કે સ્વયંના આચરણ અનુસાર આત્મા પોતે જ કર્મસંગ્રહ કરી દુઃખી અને સુખી થાય છે માટે તપ અને સંયમ વડે આત્મગુણોની વૃદ્ધિ કરવી તે જ શ્રેષ્ઠ છે.