________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
૪ર૭.
મારું દુઃખ જોઈને મારી નવયૌવના પત્ની મારાથી જાણે કે અજાણે (પ્રત્યક્ષ કે પરોક્ષમાં) અન્ન, પાન, સ્નાન કે સુગંધિત પુષ્પમાળા કે વિલેપન આદિ કોઈ પણ પદાર્થનું સેવન કરતી ન હતી.
હે મહારાજ ! એક ક્ષણ પણ તે મારાથી અળગી થતી ન હતી. આવી અપાર સેવા કરવા છતાં તે મારી વેદનાને દૂર કરી શકી નહીં, એ જ મારી અનાથતા હતી.
વિવેચન :
અનાથતાનાં કારણોઃ- (૧) વિવિધ ચિકિત્સકોએ વિવિધ પ્રકારની ચિકિત્સા કરી પરંતુ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, (૨) મારા પિતાએ ઉપચાર માટે પાણીની જેમ પૈસા વહાવ્યા છતાં મને દુઃખમુક્ત કરી શકયા નહીં, (૩) પુત્રના દુઃખે દુઃખી થનારી વાત્સલ્યના સાગરસમી મારી માતા પણ મને દુઃખમુક્ત કરી શકી નહીં, (૪) નાના મોટા ભાઈઓ પણ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, (૫) નાની મોટી બહેનો પણ મને દુઃખમુક્ત કરી શકી નહીં, (૬) અનુરક્તા તેમજ પતિવ્રતા પત્ની મને દુઃખમુક્ત કરી શકી નહીં. આ બધાંમાંથી કોઈ પણ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, માટે ખરેખર હું અનાથ હતો. પુરાણ પુર બેft - પોતાના ગુણોથી અસાધારણ હોવાથી, પુરાતન નગરોથી અલગ તરી આવતી શ્રેષ્ઠ નગરી. પોરા પરમાT - (૧) ઘોરા-ભયંકર, જે બીજાને પણ ડરાવે તેવી, ભયોત્પાદિની. (૨) પરમદારુણા અત્યંત દુઃખ ઉત્પન્ન કરાવનારી સભ્યશ્તા - (૧) શસ્ત્રકુશળ – શલ્ય ચિકિત્સા કે શસ્ત્રક્રિયામાં નિપુણ ચિકિત્સક (૨) શાસ્ત્રકુશળ આયુર્વેદવિશારદ. વા૨ખાયું - વાગ્યાં – ચતુર્ભાગાત્મક ચિકિત્સા (૧) ભિષક–કુશળ વૈદ્ય (૨) ભેષજ–અનુકૂળ દવાઓ (૩) રુષ્ણ-રોગીની શ્રદ્ધા (૪) પરિચારક-સારી રીતે સેવા કરનાર, આ ચાર ચરણોવાળી અથવા વમન, વિરેચન, મર્દન તેમજ સ્વેદનરૂપ ચતુર્ભાગાત્મક અથવા અંજન, બંધન, લેપન અને મર્દનરૂપ ચિકિત્સા. સ્થાનાંગસૂત્રમાં – વૈધાદિ ચિકિત્સાનાં ચાર અંગ કહ્યો છે. પોતપોતાનાં શાસ્ત્રો તથા ગુરુ પરંપરા અનુસાર વિવિધ ચિકિત્સકોએ ચિકિત્સા કરી પરંતુ અનાથી મુનિની વેદનાનું શમન કરી શક્યા
નહીં.
અણુવ્રયા - કુલાનુરૂપ વ્રત–આચારવાળી અથવા સર્વથા અનુકૂળ આચરણ કરનારી.
પસાર જ જિ:- તેનો મારા પ્રતિ અત્યંત અનુરાગ કે વાત્સલ્ય હતું કે મારી પાસેથી કયારેય દૂર જતી ન હતી.