________________
૪૧૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સાદું સાચું સુતરિયં- અહીં 'સાધુ' શબ્દ કહેવાથી જ અર્થબોધ થઈ જાય છે તેમ છતાં સંજય અને સુસહિત બે શબ્દો તેના ગુણ સૂચક વિશેષણો છે, કેમ કે શિષ્ટ પુરુષોને પણ સાધુ કહેવામાં આવે છે. અતઃ ભ્રાન્તિના નિવારણ માટે સંમત' (સંયમી) શબ્દનો પ્રયોગ કર્યો છે અને નિદ્વવ વગેરે પણ બાહ્ય દષ્ટિએ સંયમી કહેવાય છે તેથી 'સુસમાહિત' વિશેષણનો પ્રયોગ કર્યો છે અર્થાત્ તે મુનિ સંયત હોવાની સાથે સાથે સમ્યક્ મનઃ સમાધિ સંપન્ન હતા. સવંતપુરનો અડતો હોવો - રાજાને તેના રૂપ પ્રત્યે અત્યાધિક, અતુલ–અસાધારણ, પરમ વિસ્મય થયું. વળો, વં - વર્ણનો અર્થ છે, ઘઉંવર્ણો વગેરે રંગ અને રૂપ એટલે આકૃતિ. વ્યક્તિ વર્ણ અને રૂપથી ઓળખી શકાય છે. પાહિ :- (૧) પ્રાચીન કાળમાં પૂજ્ય પુરુષોના દર્શન થતાં જ ચરણોમાં વંદન કરી તેની પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. આ પરંપરાને દર્શાવવા માટે દર્શન, વંદન અને પ્રદક્ષિણાનો ક્રમ કહ્યો છે. (૨) બીજી માન્યતા અનુસાર મુનિને અનુલક્ષીને આવર્તનપૂર્વક વંદન કરીને ચરણસ્પર્શ કર્યા. આવર્તન કે આરતીથી ભક્તિ પ્રગટ કરાય છે. વર્તમાનમાં ઘણા ધર્મોમાં આ જ પરંપરા જોવા મળે છે. આગમ શાસ્ત્રમાં પ્રદક્ષિણા શબ્દ આવર્તન માટે પ્રયુક્ત થયો છે. રાજાની વિસ્મયતાનાં કારણો :- મુનિની (૧) શરીર સંપદા (૨) યૌવન વય (૩) સંયમ અવસ્થા (૪) સાધનામાં તલ્લીનતા. સંક્ષેપમાં મુનિની ભોગ યોગ્ય શરીર સંપદા હોવા છતાં ત્યાગ માર્ગની તલ્લીનતા જોઈને રાજાને આશ્ચર્ય થયું.
અનાથ-સનાથપણાનું રહસ્ય :___ अणाहो मि महाराय, णाहो मज्झ ण विज्जइ ।
अणुकंपगं सुर्हि वावि, कंचि णाभिसमेमहं ॥९॥ શબ્દાર્થ - મહારાવ - હે રાજન!, અાહો નિ - હું અનાથ છું, મ - મારો, બાહો - કોઈ નાથ, નવિન નથી, કપુપ - મારી ઉપર અનુકંપા કરનાર, સુખદેનાર, વાવિ- અને, વરિ - કોઈ, - સુહદ, મિત્ર, બસનેમેટું - મને ન મળી શક્યા તેથી મેં દીક્ષા લીધી છે.
ભાવાર્થ :- મુનિ - હે મહારાજ! હું અનાથ હતો, મારો કોઈ નાથ ન હતો. તેમ જ મારા પર અનુકંપા | (સેવા) કરે તેવા કોઈ મિત્ર પણ મને મળી શક્યા નહીં, તે માટે હું પ્રવ્રજિત થયો છું. १० तओ सो पहसिओ राया, सेणिओ मगहाहिवो ।
एवं ते इड्डिमंतस्स, कहं णाहो ण विज्जइ ॥१०॥ શબ્દાર્થ - તો = મુનિના ઉપરોકત વચન સાંભળીને, સો - તે, મહદિવો = મગધાધિપ,