________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૪૦૩ |
પ્રસ્તુત ગાથાઓમાં ઉપચાર–નિરપેક્ષતાના સંદર્ભમાં મૃગ અને પક્ષીઓ તથા આગળની ગાથાઓમાં કેવળ મગનો વારંવાર ઉલ્લેખ છે, કારણ કે 'મૃગ પ્રાયઃ પ્રશમપ્રધાન (શાંત) હોય છે, સહજ અને સરલ હોય છે. આમ સાધકને માટે સાધુચર્યા પણ મૃગચર્યાની જેમ પણ પ્રશમપ્રધાન, સહજ અને સરળ છે, તથા મૃગથી સંપૂર્ણ પશુજાતિનો સમાવેશ થઈ જાય છે.
ભૂઓ આરઈને વા :- ઘોર જંગલમાં મૃગને મદદ કરનાર કોઈ સહાયક હોતું નથી. તે એકલો જ હોય છે. મૃગાપુત્ર પણ એ જ રીતે એકલા અને અસહાય બની સંયમ અને તપ સહિત નિગ્રંથ ધર્મનું આચરણ કરવાનો સંકલ્પ પ્રગટ કરે છે. સૂત્રોક્ત ગાથાઓથી એ સ્પષ્ટ થાય છે કે મૃગાપુત્ર જાતિસ્મરણ જ્ઞાનના નિમિત્તથી સ્વયંબુદ્ધ થઈને એકલ વિહારી શ્રમણ બન્યા હતા.
છ ગોચર:- જ્યારે મૃગ સ્વતઃ રોગરહિત, સ્વસ્થ બની જાય છે ત્યારે તે પોતાના ઘાસાદિ ભોજનને શોધવા ગોચરભૂમિ (ચારાયોગ્ય સ્થાન) માં ચાલ્યો જાય છે. ગાય જેમ પરિચિત કે અપરિચિત સ્થાનની કલ્પના રહિત બની, પોતાના આહાર માટે વિચરણ કરે છે, તેમ મૃગ પણ પરિચિત કે અપરિચિત ગોચરભૂમિમાં જાય છે. વારઃ - વલ્લરાણિનો અર્થ છે હરિયાળું સ્થળ, લતાકુંજ વગેરે. આવાં સ્થાનોમાં મૃગલાઓ પોતાના આહાર અર્થે ફરતાં જ રહે છે. નિયવાચં (મૃગચય) :- (૧) એકાકી કે સમૂહ રૂપમાં ભ્રમણ (૨) જુદા જુદા સ્થાનમાં નિવાસ (૩) ગોચરીથી જીવનભર નિર્વાહ (૪) રોગ થતાં બેસી રહેવું કે ઉપચારની અપેક્ષા ન રાખવી (૫) નીરોગી થતાં સ્વયં આહાર માટે જવું (૬) પરિમિત આહાર કરવો (૭) જે મળે તેમાં જ સંતોષ માનવો, કોઈની નિંદા–ફરિયાદ કરવી નહિ વગેરે મૃગચર્યાની વિશેષતાઓ છે. મુનિચર્યામાં પણ આવા જ નિયમો હોય છે, માટે મુનિચર્યાને મૃગચર્યા કહેવામાં આવી છે. આવી મૃગચર્યા પાલનનું સર્વોત્કૃષ્ટ ફળ સર્વોપરી સ્થાન રૂપ મોક્ષ પ્રાપ્તિ છે. અનમોઃ- જેમ કોઈ એક જ નિશ્ચિત વૃક્ષની નીચે મૃગ બેસતો નથી કયારેક, આ વૃક્ષ તો કયારેક બીજા વૃક્ષનો આશ્રય લે છે, તેમ સાધક પણ એક જ સ્થાનમાં રહેતા નથી, જુદાં જુદાં સ્થાને તે વિચરતા રહે છે, મૃગચર્યાની જેમ જુદે જુદે સ્થળે ગોચરી કરે છે. એક નિશ્ચિત ઘરેથી હંમેશા ગોચરી લેતા નથી.
૩ - મૃગાપુત્ર ઉપધિનો ત્યાગ કરે છે. દ્રવ્યતઃ ગૃહસ્થોચિત વેષ, આભૂષણ, વસ્ત્રાદિ ઉપકરણોનો અને ભાવતઃ કષાય, વિષય, આસક્તિ વગેરે ભાવોપધિનો ત્યાગ કરી પ્રવ્રજિત થાય છે. મૃગાપુત્રની સંચમ સાધના :८७ एवं सो अम्मापियरो, अणुमाणित्ताण बहुविहं ।
ममत्तं छिदइ ताहे, महाणागो व्व कंचुयं ॥८७॥ શબ્દાર્થ :- પર્વ - આ પ્રકારે, વિદં - ઘણાં સમાધાનથી, સગપુનત્તાન = સ્વીકૃતિ લઈને,