________________
[ ૪૦૨]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- જેમ મગ એકલો કે સમૂહથી ભિન્ન ભિન્ન સ્થળે વિચરે છે, અનેક સ્થાનોમાં રહે છે, સદૈવ ગોચરીથી જ જીવન ટકાવે છે, તેમ મુનિ પણ વિહાર, નિવાસ અને ભિક્ષાચરીથી જીવન પસાર કરે છે. ગોચરી માટે ફરતો મુનિ કોઈની નિંદા કે અવજ્ઞા કરતા નથી.
માતા-પિતા દ્વારા સંચમની આજ્ઞા :८५ मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुहं ।
अम्मापिऊहिं अणुण्णाओ, जहाइ उवहिं तओ ॥८५॥ શબ્દાર્થ :- નહાયુદ્ધ - તમને સુખ થાય તેમ કરો, પર્વ પુરા = પુત્રના વચનને સ્વીકારવા માટે આ શબ્દનો પ્રયોગ, અમ્માપિહિં માતાપિતાની, પુણાગો -આજ્ઞા મળી, તો ત્યારે, ૩૯ ગૃહસ્થ જીવનની સમસ્ત ઉપાધિ, પરિગ્રહનો, ગદા = ત્યાગ કર્યો.
ભાવાર્થ :- મૃગાપુત્ર- હે માતાપિતા! હું પણ મૃગની માફક નિરાસક્ત ચર્ચા કરીશ. માતાપિતા- હે પુત્ર ! તને સુખ ઊપજે તેમ કર, આ રીતે માતાપિતાની આજ્ઞા મેળવી, મૃગાપુત્રે ગૃહસ્થાશ્રમ સંબંધી સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો. ૮૬ मिगचारियं चरिस्सामि, सव्वदुक्खविमोक्खणिं ।
तुब्भेहिं अब्भणुण्णाओ, गच्छ पुत्त जहासुहं ॥८६॥ શબ્દાર્થ – તુfÉ આપની, અશ્વગુણા-આજ્ઞા મળવાથી, સલ્વદુહરિનો = સર્વ દુઃખોથી મુકત કરાવનાર, નહાસુદં = તમને સુખ થાય તેમ કરો, કચ્છ = જાઓ, સંયમમાં વિચરણ કરો. ભાવાર્થ :- મૃગાપુત્ર– હે માતા ! હું તમારી અનુમતિ મેળવી સર્વ દુઃખોનો નાશ કરનારી મૃગચર્યારૂપ સંયમનું આચરણ કરીશ. માતાપિતા – હે પુત્ર ! જેમ સુખ ઊપજે તેમ કરો. જાઓ, સંયમનું આચરણ કરો. વિવેચન :મૃગચર્યાનો સંકલ્પ :- મૃગાપુત્રના માતાપિતાએ જ્યારે શ્રમણધર્મમાં રોગનો ઉપચાર ન કરવાને દુઃખકારક કહ્યો, ત્યારે મૃગાપુત્રે વનમાં એકાકી વિચરતાં મૃગનું ઉદાહરણ આપીને કહ્યું કે મૃગ જ્યારે બીમાર થઈ જાય તો તેને કોણ ઔષધ આપે છે? કોણ તેને ઘાસચારો આપે છે? કોણ તેની સેવા કરે છે? તે સહજ જીવન જીવે છે અને સ્વસ્થ થાય છે, ત્યારે પોતે જ પોતાની ચર્યા કરતાં કરતાં પોતાની નિવાસ ભૂમિ તરફ ચાલ્યો જાય છે. હું પણ આવી જ મૃગચર્યા કરીશ. તે મૃગને પોતાની ચર્યા દુઃખરૂપ લાગતી નથી તો મારા માટે સંયમચર્યા કેમ દુઃખરૂપ હોય?