SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય (૭) ભીમા – ભીષણ સાંભળવામાં ભયજનક. આ રીતે મેં નરકમાં અતિ ઉષ્ણ, અતિશીત વગેરે મહાવેદનાઓ અનેકવાર સહન કરી છે, પરમાધાર્મિક દેવો દ્વારા અપાતી અનેક યાતનાઓ સહન કરી છે. તેની તુલનામાં મહાવ્રતના પાલનનું કષ્ટ કે શ્રમણધર્મના પાલનનું દુઃખ કે પરીષહ – ઉપસર્ગ સહન કરવા, તે શું હિસાબમાં છે ? વાસ્તવમાં મહાવ્રતપાલન, શ્રમણધર્માચરણ કે પરીષહ સહન કરવા સાધક માટે પરમ આનંદનો હેતુ છે, તેથી મારે નિગ્રંથમુનિ દીક્ષા અંગીકાર કરવી છે. સંયમને મૃગચર્યાની ઉપમા : ७६ तं बिंतऽम्मापियरो, छंदेणं पुत्त पव्वया । वरं पुण सामणे, दुक्खं णिप्पडिकम्मया ॥७६॥ = = શબ્દાર્થ :- જીવેĪ = ઈચ્છા પ્રમાણે, પવ્વયા = પ્રવ્રજ્યા અંગીકાર કરો, બવર = પરંતુ પુણ સંયમ લીધા પછી, સામળે - સાધુપણામાં, બિડિમ્નયા - નિષ્પતિકર્મતા, રોગનો ઉપચાર ન કરવો, વુન્હેં = આ મોટું દુઃખ છે. = - ૩૯૯ ભાવાર્થ :- માતાપિતાએ કહ્યું – હે પુત્ર ! તું તારી ઈચ્છા પ્રમાણે ભલે સંયમનો સ્વીકાર કર, પણ - વિશેષ વાત એ છે કે સંયમ જીવનમાં રોગ થતાં ચિકિત્સા ન કરવી, એ વિકટ કષ્ટ છે. વિવેચન : ७७ ખિડિયા :- નિષ્પતિકર્મતા. રોગાદિ ઉત્પન્ન થવા છતાં પણ તેનો પ્રતીકાર – ઔષધ વગેરેનું સેવન ન કરવું. દશવૈકાલિકસૂત્રમાં ચિકિત્સાને અનાચીર્ણ કહી છે. ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં કહ્યું છે કે 'સાધુ ચિકિત્સા—ઉપચારને ઈચ્છે નહિ' તથા ઉત્તરાધ્યયનસૂત્ર 'સભિક્ષુક' અધ્યયનમાં કહ્યું છે 'જે ચિકિત્સાનો ત્યાગ કરે છે, તે ભિક્ષુ છે.' સૂત્રોક્ત વિધાન આદર્શ આચરણની અપેક્ષાએ છે. સામાન્ય શ્રમણો માટે એકાંતે નિષેધ નથી. દરેક સાધકે પોતાના સામર્થ્યની વૃદ્ધિ કરવી જોઈએ અને ચિકિત્સા ન કરવાની દઢતા સુધી પહોંચવું જોઈએ. તેના માટે માનસિક અને શારીરિક બંનેની દઢતા માટે અભ્યાસ કરતાં રહેવું જોઈએ. રોગ પરીષહજયનો સાચો આનંદ અને સાચી સફળતા પણ સાધકને ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે દરેક રોગ આતંકને ચિકિત્સા કર્યા વિના ધૈર્યથી સહન કરી શકે અને સમભાવમાં ટકી રહે. सो बिंतऽम्मापियरो, एवमेयं जहाफुडं । पडिकम्मं को कुणइ, अरण्णे मियपक्खिणं ॥७७॥ શબ્દાર્થ :एवं = આ, વં = એવી જ રીતે છે, Tપ્યુડ = જે રીતે તમે બતાવ્યું છે, અર્ળે = વનમાં, મિયપવિશ્વળ = મૃગ અને પક્ષીઓના રોગમાં, પહિત્મ્ય = ઉપચાર, જો = કોણ, ધ્રુફ =
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy