________________
૩૯૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
આપવા ત્રણ નરક સુધી જાય છે, તે કથન ગ્રંથ આધારિત છે. વાતે - આ સંસારનું વિશેષણ છે. સંસારના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચાર અંત એટલે અવયવ (અંગ) છે, તેથી સંસાર ચાતુરંત કહેવાય છે. #હુંછુંબીજુ -ત્રણ અર્થ (૧) કંદુકુંભી–લોઢા વગેરે ધાતુઓથી બનેલું પાકપાત્રવિશેષ. (૨) કંદુનો અર્થ છે – ભાંડ અને કુંભીનો અર્થ છે– ઘડો અર્થાતુ ભાંડ જેવો વિશેષ કુંભ. (૩) નીચેથી પહોળું અને ઉપરથી સાંકડા મોઢાવાળું પાકપાત્ર. gયાને નવનિ :- નરકમાં બાદર અગ્નિકાયના જીવો હોતા જ નથી, અહીં જે અગ્નિનો ઉલ્લેખ છે, તે સજીવ અગ્નિનો નથી, પરંતુ દેવમાયા કૃત અગ્નિવત્ ઉષ્ણ અને પ્રકાશમાન પુદ્ગલોનો ધોતક છે.
હિં - કર્ષણ અને અપકર્ષણ અર્થાત્ ખેંચતાણ કરીને દુઃખ દેવામાં આવ્યું છે. શેઃ - રોઝ–વૃત્તિકારે રોઝનો અર્થ પશુ વિશેષ કર્યો છે, પરંતુ દેશી નામમાળા કોષમાં રોઝનો અર્થ મૃગ જેવી જાતિના પશુવિશેષ કર્યો છે. મુસદીટિં:- દેશી નામમાળા કોશ અનુસાર મુસંઢી લાકડાનું બનેલું એક શસ્ત્ર છે જેમાં લોઢાના ગોળ કાંટા લાગેલા હોય છે. વિહંસ - વિશેષરૂપથી દંશ દેનારા વિદેશકો અર્થાત્ પક્ષીઓ, તેને પકડનાર બાજ પક્ષી. ૫ મી ગાથાનો સારાંશ એ છે કે જેમ આ લોકમાં પારધી બાજ વગેરે પક્ષીઓની સહાયતાથી પક્ષીઓને પકડે છે અથવા જાળ ફેલાવી તેને બાંધી લે છે તથા લેપ દ્વારા તેને ચોંટાડે છે અને પછી મારી નાંખે છે. એ જ રીતે નરકમાં પરમાધાર્મિક દેવ પણ પોતાની વૈક્રિય શક્તિથી બાજ વગેરેનું રૂપ બનાવી નારકીઓને પકડે છે, જાળમાં ફસાવે છે, લેપ્ય દ્રવ્યોથી તેને ચોંટાડે છે, પછી મારી નાખે છે. એવી જ દશા મારી (મૃગાપુત્રની) થઈ હતી. તોrળ :- ભટ્ટામાં પકાવેલા, શૂળમાં ટુકડે ટુકડા પરોવી આગમાં પકાવેલા.
સુરા, સીધુ, મૈરેય અને મધુ, આ ચારે ય શબ્દ સામાન્ય રીતે 'મધ'ના અર્થમાં પ્રયુક્ત છે, પરંતુ આ ચારે ય નો વિશેષ અર્થ આ પ્રમાણે છે– (૧) સુરા – ચંદ્રહાસ નામની મદિરા (૨) સીધુ – તાડ વૃક્ષની તાડી (૩) મૈરેય – જવ વગેરેના લોટથી બનેલી મદિરા (૪) મધુ – પુષ્પો દ્વારા તૈયાર કરવામાં આવેલો મધ. વિશ્વવંgબTITદાઓ :- ગાથા ૭૩ માં નારીની વેદના માટે તીવ્ર, ચંડ, પ્રગાઢ, ઘોર, અતિ દુઃસહ, મહાભયંકર, ભીષણ વગેરે શબ્દોનો પ્રયોગ છે, તે પ્રાયઃ એકાર્થક છે, તે અત્યંત ભયથી થનારી વેદનાનાં વિશેષણો છે. તેના વિશેષાર્થ આ પ્રમાણે છે– (૧) તીવ્ર – રસાનુભવની અપેક્ષાએ નારકીની વેદના અતિ તીવ્ર હોવાથી તીવ્ર (૨) ચંડ-ઉત્કૃષ્ટ (૩) પ્રગાઢ-દીર્ઘકાલીન (ગુરુતર) સ્થિતિ વાળી (૪) ઘોર – રોદ્ર (૫) અતિ દુઃસહ – અત્યંત અસહ્ય (૬) મહાભયા – મહાભયંકર જેનાથી મહાન ભય લાગે,