________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૯૭ |
७५ __ सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए ।
णिमेसतरमित्तं पि, जं साया पत्थि वेयणा ॥७५॥ શબ્દાર્થ :- સબૂબવેલું - સર્વભવોમાં, માયા - અશાતા, દુઃખ, ગં - કારણ કે, fસંતમિત્તપિ = અંશ માત્ર પણ ત્યાં, આંખના પલકારા જેટલો સમય પણ, સાચા વેચન = શાતાવેદના, સુખરૂપ વેદના, Wિ = નથી. ભાવાર્થ :- આમ સર્વ જન્મોમાં અથવા નારકીના આખા ભવમાં દુઃખરૂપ વેદનાઓનો મેં અનુભવ કર્યો છે અને ત્યાં આંખના પલકારા જેટલો સમય પણ સુખરૂપ વેદના નથી. વિવેચન :
માતાપિતાએ શ્રમણધર્મના પાલનની મુશ્કેલીઓ, કષ્ટકથાઓનું વર્ણન કર્યું ત્યારે મૃગાપુત્રે નરકોમાં અનુભવેલી તેનાથી પણ અનંતગુણી વેદનાઓનું વર્ણન ૪૪ થી ૭૪ સુધીની ગાથાઓમાં કર્યું છે. નરકમાં પક્ષી, શસ્ત્રાસ્ત્ર, સૂવર, કૂતરા, છરા, કુહાડી, લુહાર, સુથાર, બાજ પક્ષી વગેરે હોતાં નથી. પરંતુ ત્યાં નૈરયિકોને દુઃખ દેનાર નારકપાલ–પરમાધાર્મિક અસુરો વૈક્રિયશક્તિ (લબ્ધિ વિશેષ) થી આ બધું બનાવે છે અને નૈરયિકોને તેમનાં કર્મ અનુસાર કયારેક કયારેક પૂર્વકૃત પાપ કર્મોની યાદ અપાવી અનેક યાતનાઓ આપે છે. ફુદ તો નિખિલાસરૂ :- આ લોક સંબંધી સ્વજન, ધન વગેરે ભૌતિક પદાર્થોથી તથા ઐહિક સુખોથી નિઃસ્પૃહ. જે સાધક ઈહલૌકિક સ્વજન, ધન વગેરે પ્રત્યે અથવા ઐહિક સુખો પ્રત્યે નિઃસ્પૃહ કે નિરાકાંક્ષ છે, તેના માટે સંયમી જીવન ગમે તેટલું કષ્ટદાયક હોય, તેને કષ્ટદાયક પ્રતીત થતું નથી. ભોગાદિનું મમત્વ હોય તેને જ શુભ અનુષ્ઠાન દુષ્કર લાગે છે. નરકમાં અનેકગણી ઉષ્ણતા – જો કે નરકમાં બાદર (ચૂલ) અગ્નિકાય નથી તો પણ મનુષ્ય લોકમાં અગ્નિની જેટલી ઉષ્ણતા છે તેનાથી પણ અનંતણી ઉષ્ણતાનો અનુભવ ત્યાં થાય છે. તે જ રીતે મનુષ્યલોકમાં શીતવેદના છે તેનાથી અનતગુણી શીતવેદનાનો અનુભવ ત્યાં થાય છે. નરકમાં પીડા દેનાર કોણ? :- નરકમાં પરમાધાર્મિક અસુરો દ્વારા નારકીઓને પીડા આપવામાં આવે છે અને કયારેક નારયિકો પણ પરસ્પર વેદનાની ઉદીરણા કરે છે. પંદર પ્રકારના પરમાધાર્મિક દેવોનાં નામ આ પ્રમાણે છે
(૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (૬) મહારુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલક (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ.
અહીં મૃગાપુત્ર દ્વારા જે યાતનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાંની ઘણી યાતનાઓ આ ૧૫ પરમાધાર્મિક અસુરો દ્વારા નારકીઓને દેવામાં આવે છે. પરમાધાર્મિક દેવો નારકી જીવોને દુઃખ