________________
[ ૩૮૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- અન્ન, પાણી, મેવા, મુખવાસ, એ ચારે પ્રકારના આહારનો રાત્રે ઉપયોગ કરવો નહીં, તેમજ કોઈ પણ પદાર્થ રાત્રિમાં રાખવો નહીં કે સંગ્રહ કરવો નહીં, આવું છઠ્ઠું રાત્રિભોજન ત્યાગવ્રત પણ અત્યંત દુષ્કર છે. ३२ छुहा तण्हा य सीउण्ह, दंस मसग वेयणा ।
अक्कोसा दुक्खसेज्जा य, तणफासा जल्लमेव य ॥३२॥ શબ્દાર્થ :- છુ - ભૂખ, તા - તરસ, લીન્દ્ર ઠંડી-ગરમી, વલસાવેય - ડાંસ અને મચ્છરોના કરડવાથી થતી વેદના, અFોસ = આક્રોશ વચનો સહન કરવાં, તુજા = દુઃખકારી શય્યા, તણસા = તૃણ સ્પર્શ વગેરેનું કષ્ટ, પર્વ ૨ = આ રીતે, તથા તેમજ, કcત્ત = મેલ પરીષહ. ભાવાર્થ :- ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાસ, મચ્છરના કષ્ટ, ક્રોધયુક્ત કઠોર વચનો, દુઃખકારી મકાન તુણસ્પર્શ તેમજ શરીરના મેલથી થતું કષ્ટ;
तालणा तज्जणा चेव, वह बंध परीसहा ।
दुक्खं भिक्खायरिया, जायणा य अलाभया ॥३३॥ શબ્દાર્થ :- તાતા - મારપીટ કરવી, તqUT - તર્જન કરવું, ઠપકો આપવો, વરવંશપરીક્ષા - વધ–બંધનનો પરીષહ,fબારિયા ભિક્ષાચર્યા તથા, ગવાયાચના, અનામય અલાભ માંગવા છતાં ન મળવું, સુવર્ણ - આ બધાને સહન કરવું ઘણું જ મુશ્કેલ છે. ભાવાર્થ :- તેમજ તાડન, તર્જન, વધ અને બંધનનાં કષ્ટો તથા સદા ભિક્ષાચર્યા કરવી, યાચના કરવા છતાં પણ ન મળવું, આ બધા પરીષહો સહન કરવા દુષ્કર છે. ४ कावोया जा इमा वित्ती, केसलोओ य दारुणो ।
___ दुक्खं बंभवयं घोरं, धारेउं अमहप्पणो ॥३४॥ શબ્દાર્થ :- ગા - જે, ફન - આ, વાવોલ વિત્તી - કબૂતરની જેમ આહારની પ્રવૃત્તિ, પક્ષીની જેમ સંગ્રહમુક્ત વૃત્તિ, શંકાયુક્ત સાવધાન રહેવાની વૃતિ, લોગો - વાળનો લોચ કરવો, કાળોકઠિન છે, અનEખો - અજિતેન્દ્રિય અને વૈર્ય રહિત આત્મા માટે, સામાન્ય પુરુષો માટે, પોર ઘોર, વંશવયં - બ્રહ્મચર્યવ્રતને, ધારેલું ધારણ કરવું, સુવું - અત્યંત કઠિન છે. ભાવાર્થ :- આ સંયમ પ્રવૃત્તિ કાપોતીવૃત્તિ છે એટલે પક્ષીની જેમ શક્તિ અને સાવધાન રહેવાની તથા સંગ્રહમુક્ત રહેવાની વૃત્તિ છે. સંયમી જીવનમાં કષ્ટપ્રદ કેશલુંચન અને ઘોર બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું, એ પણ સામાન્ય પુરુષો માટે અતિ દુઃખસાધ્ય છે.