SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય મને આજ્ઞા આપો, તો તેમાંથી હું મારા આત્માને ઉગારી લઉં. વિવેચન : ગાથા− ૧૩, ૧૪, ૧૫ માં કહ્યું છે કે આ શરીર અનિત્ય, અશુચિમય તથા શુક્ર, લોહી વગેરે ધૃણિત પદાર્થોથી બનેલું છે અને આપત્તિઓનો ભંડાર છે અર્થાત્ શરીર માટે મનુષ્યે અનેક કલેશ, દુઃખ, કષ્ટ, રોગ, શોક, ભય, ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે સહન કરવાં પડે છે. શરીરનાં પાલનપોષણ, સંવર્ધન, રક્ષણમાં રાતદિવસ અનેક દુઃખો વેઠવાં પડે છે. આ મનુષ્યશરીર વ્યાધિ અને રોગનું ઘર છે. જરા મરણથી યુક્ત નશ્વરદેહને એક દિવસ છોડવાનો જ છે. આ રીતે મૃગાપુત્રે આ શરીરની ક્ષણિકતા તરફ સંકેત કરી, તેના તરફની પોતાની અરુચિ અને અનાસક્તિ પ્રદર્શિત કરી છે. ૩૮૧ સાળ ભાવળ :– (૧) આ શરીર જન્મ, જરા, મૃત્યુ વગેરે દુઃખોનું ઘર છે તથા ધનવ્યય, સ્વજનવિયોગ વગેરે કલેશનું સ્થાન છે. (૨) દુ:ખોના હેતુભૂત કલેશ અને રોગાદિનું સ્થાન છે. પછા પુરા વ પદ્યન્ને ઃ– શરીર નાશવંત છે, ક્ષણભંગુર છે. તે ક્યારે નાશ પામશે, તે કંઈ જ નિશ્ચિત નથી. તે પહેલાં છૂટે કે પછી, એક દિવસ તો અવશ્ય છૂટવાનું જ છે. જો પહેલાં છૂટે તો અભુક્તભોગાવસ્થા અર્થાત્ બાલ્યવસ્થામાં અને પાછલી વયમાં છૂટે તો ભુક્ત ભોગાવસ્થામાં છૂટી જાય છે. જેટલી આયુષ્ય કર્મની સ્થિતિ છે, તેટલી પૂરી કરીને જવાનું જ છે. તેમાં પણ સોપક્રમી આયુષ્ય હોય તો જેટલી સ્થિતિ છે તેની પહેલા જ કોઈ દુર્ઘટના આદિનાં કારણે આયુષ્ય તૂટી જાય છે. સારાંશ એ છે કે શરીર અનિત્ય હોવાથી પહેલાં કે પછી ગમે ત્યારે છોડવું પડશે, તો પછી આ જીવન વિષય-કષાયોમાં વેડફવા કરતાં ધર્માચરણમાં, આત્મસ્વરૂપ રમણમાં કે રત્નત્રયની આરાધનામાં વ્યતીત કરવું યોગ્ય છે. વાહીરો નાળ ઃ– વ્યાધિ અને રોગ. કોઢ, શૂળ, વગેરે અસાધ્ય બીમારીને વ્યાધિ કહે છે અને વાત, પિત્ત અને કફથી થનારા તાવ વગેરેને રોગ કહે છે. ↑ ઃ— જ્યાં અર્થાત્ ભવભ્રમણમાં જીવ કલેશ પામે છે, પીડિત થાય છે. जत्थ कीसंति પિાતાળ :– કિંપાક એક વૃક્ષ છે, જેનાં ફળ અત્યંત મધુર, સ્વાદિષ્ટ અને સુગંધિત હોય છે, પરંતુ તેને ખાતાં જ મનુષ્યનું શરીર વિષયુક્ત બની જાય છે અને તે મરી જાય છે. ભોળાળ પરિણામો :– ભોગોનું પરિણામ – ભોગો વિષમય કિંપાક ફળની સમાન કડવાં ફળ દેનારાં દર્શાવ્યાં છે. ભોગવવાના સમયે વિષય ભોગો મધુર અને રુચિકર લાગે છે પરંતુ ભોગવ્યા પછી તેનાં પરિણામ અત્યંત કડવાં હોય છે અર્થાત્ તે દુઃખની પરંપરાને વધારે છે, દુઃખને સતત આમંત્રણ આપે છે. અખમે અવેયને :- ધર્મ પાથેય છે. ધર્માચરણ સહિત તેમજ પાપકારી આચરણોથી રહિત સપાથેય—ભાતાં સહિત જે વ્યક્તિ પરભવમાં જાય છે, તે હળુકર્મી અને પુણ્યવાન વ્યક્તિને સુખનો જ સંયોગ મળે છે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy