________________
૩૭૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સ્થાનને ગવાક્ષ કે ઝરુખો કહે છે. સના સંગ૬ :- શાળ્યાદિ મતમાં પણ શ્રમણ હોય છે. તેનાથી ભિન્નતા દર્શાવવા માટે "સંજય' અને "શ્રમણ' બે પદ આપ્યાં છે. તેનો અર્થ છે – સભ્યપ્રકારથી જીવોની યતના કરનારા સંયમી શ્રમણ. તવનિયમનનયાં - (૧) બાહ્ય અને આત્યંતર તપ (૨) નિયમ - દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અભિગ્રહ ધારણ કરવાનું વ્રત અથવા ઈચ્છિત વ્રત (૩) ૧૭ પ્રકારના સંયમના ધારક. સીત:- અઢાર હજાર શીલાંગ ગુણોથી પરિપૂર્ણ, બ્રહ્મચર્યની સમૃદ્ધિથી સંપન્ન, શીલવાન. જુગાર – જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણોની ખાણ સમાન, ગુણભંડાર. અજ્ઞામિ તદને :- અધ્યવસાય, અંતઃકરણના પરિણામ, ક્ષાયોપથમિક ભાવની પ્રધાનતાવાળાં આત્મપરિણામો વિશુદ્ધ થતાં. અહીં પ્રયુક્ત અધ્યવસાય, પરિણામ, આત્મભાવ, ભાવલેશ્યા, એ ચારે ય પર્યાય શબ્દ છે. મૃગાપુત્રનો વૈરાગ્ય :
जाइसरणे समुप्पण्णे, मियापुत्ते महिड्डिए ।
सरइ पोराणियं जाई, सामण्णं च पुराकयं ॥९॥ શબ્દાર્થ - પોરાણિયું ગાડું - પોતાના પૂર્વજન્મને, પુરવયં પૂર્વકૃત–પૂર્વજન્મમાં પાલન કરેલા, સામvi - સાધુપણાને, શ્રમણધર્મને, સર - સ્મરણ કરવા લાગ્યો. ભાવાર્થ :- જાતિસ્મરણજ્ઞાન થતાં મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પોતાના પૂર્વજન્મનું અને ત્યાં પાલન કરેલા સંયમાચારનું સ્મરણ કરવા લાગ્યા. १० विसएसु अरज्जतो, रज्जतो संजमम्मि य ।
अम्मा-पियरमुवागम्म, इमं वयणमब्बवी ॥१०॥ શબ્દાર્થ - વિરપણું = વિષયભોગોમાં, મનોજ્ઞ શબ્દાદિ વિષયોમાં, સરળતો = આસક્તિ ન રાખતો, સંગમ-સંયમમાં, તો અનુરાગવાળા, બાપાં માતાપિતાની, ડવા—પાસે આવીને, મેં = આ રીતે, વય = વચન, અવી = કહેવા લાગ્યો. ભાવાર્થ :- જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી વિષયોથી વિરક્ત અને સંયમાનુરક્ત મૃગાપુત્રે માતાપિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું. ११ सुयाणि मे पंच महव्वयाणि, णरएसु दुक्खं च तिरिक्खजोणिसु ।
णिव्विण्णकामो मि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥११॥