________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૭૧ |
ઓગણીસમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ 'મૃગાપુત્રીય' છે, જે મૃગારાણીના સુપુત્ર મૃગાપુત્રથી સંબંધિત છે.
અધ્યયનના પ્રારંભમાં મગાપુત્રનો સામાન્ય પરિચય છે, ત્યાર પછી તેને થયેલી સંસાર વિરક્તિનું કારણ, દીક્ષાની આજ્ઞા માટે થયેલો માતા-પિતા અને મૃગાપુત્રનો સંવાદ, મૃગાપુત્ર દ્વારા અનુભૂત નરકના દુઃખનો આબેહુબ ચિતાર, માતા-પિતા દ્વારા કથિત સંયમી જીવનના કો, અંતે મૃગાપુત્રના દેઢતમ વૈરાગ્યથી સંયમી જીવનનો સ્વીકાર,સંયમી જીવનના આવશ્યક ગુણો વગેરે વિષયોનું વિશદ વર્ણન આ અધ્યયનમાં છે.
સુગ્રીવ નગરના રાજા બલભદ્ર અને તેની રાણી મૃગાવતીના સુપુત્રનું નામ બલશ્રી' હતું પરંતુ તે મૃગાપુત્રના નામથી પ્રખ્યાત હતો.
એક વખત મૃગાપુત્ર પોતાના મહેલના ઝરુખામાં પોતાની રાણીઓની સાથે બેસીને શહેરનું સૌંદર્ય જોઈ રહ્યા હતા. ત્યાં મૃગાપુત્રે રાજમાર્ગ ઉપર પસાર થતાં એક પ્રશાંત, શીલસંપન્ન, તપ, નિયમ અને સંયમના ધારક તેજસ્વી સાધુને જોયા. મૃગાપુત્ર અનિમેષ દષ્ટિએ તે સાધુને નિરખતાં નિરખતાં, વિચારોના ઊંડાણમાં ચાલ્યા ગયા. તેમના અંતરમાં પ્રશ્ન ઊઠયો "આવા જોયા જરૂર છે." બસ, ચિંતન કરતાં કરતાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ."હું પોતે જ સાધુ હતો," એમ થતાં સાધુતાનું પણ સ્મરણ થઈ ગયું અને સાંસારિક ભોગો, સંબંધો તથા ધન, વૈભવ વગેરે બંધનરૂપ લાગ્યા. સંસારમાં રહેવું, તેના માટે હવે અસહ્ય થઈ પડયું.
તેણે પોતાનાં માતાપિતા પાસે જઈને કહ્યું કે "સાધુ થવા ઈચ્છું છું, મને આજ્ઞા આપો. "તેણે માતાપિતા સમક્ષ ભોગોનાં કડવાં પરિણામો દર્શાવ્યાં, શરીર અને સંસારની અનિત્યતાનું વર્ણન કર્યું, ધર્મરૂપ પાથેયને લીધા વિના જે પરભવમાં જાય છે, તે વ્યાધિ, રોગ, દુઃખ, શોક વગેરેથી દુઃખી થાય છે. જે ધર્માચરણ કરે છે, તે આ ભવ તથા પરભાવમાં અત્યંત સુખી થાય છે. (ગાથા ૧ થી ૨૩ સુધી)
મૃગાપુત્રનાં માતાપિતા પુત્રમોહના કારણે દીક્ષાની આજ્ઞા આપવા તૈયાર થયા નહીં. માતાપિતાએ મૃગાપુત્રને સમજાવાના પ્રયત્નો કર્યા. પાંચ મહાવ્રત પાલનનાં તેમજ સાધુજીવનનાં ઘણાં કષ્ટો અને દુઃખોનું વર્ણન કરી તેની દુષ્કરતા અને કઠોરતા બતાવીને કહ્યું કે – સંયમી જીવન લોઢાના ચણા ચાવવા જેવું છે. હે પુત્ર! તું સુકુમાર છો અને તારાથી સાધુજીવનની કઠોર ચર્યા પાળી શકાશે નહીં. જો તારે દીક્ષા લેવી હોય, તો પણ ભક્તભોગી બનીને પછી લેજે, અત્યારે શું ઉતાવળ છે? (ગાથા ૨૪ થી ૪૩).
પૂર્વના સંસ્કારવશ યોગમાર્ગમાં જવા તત્પર થયેલા મૃગાપુત્રે માતાપિતાની આ વાત સાંભળીને