________________
અધ્યયન–૧૮ : સંજયીય
353
તે દંડને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને સ્તુતિ કરી આશીર્વાદ આપવા લાગ્યા. રાજ્યપદ ઉપર અભિષેક થતાં જ કરકંડુએ બ્રાહ્મણોને કહ્યું – હે બ્રાહ્મણો ! આપ લોકોએ મને માતંગ સમજીને જે તિરસ્કાર કર્યો છે તેના પ્રાયશ્ચિત રૂપમાં વાટધાનકના રહેવાસી સઘળા માતંગોને તમારા મંત્રબળથી શુદ્ધ કરીને બ્રાહ્મણ વર્ણમાં સ્થાપિત કરો. રાજાની આજ્ઞા સ્વીકારી તે ચાંડાલોની શુદ્ધિ કરી તેમને બ્રાહ્મણ બનાવી દીધા.
વાંસના દંડ બાબત ઝઘડો થયેલો હતો, તે બ્રાહ્મણ એકવાર કરકડુ પાસે એક ગામ માંગવા આવ્યો. રાજા કરકંડુએ ચંપાનરેશ દધિવાહનને આ બ્રાહ્મણને એક ગામ આપવા માટે પત્ર લખ્યો. પત્ર વાંચતાં જ દધિવાહન ક્રોધિત બની ગયા. કરકંડુ દધિવાહનના ક્રોધના સમાચાર સાંભળી યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. બંને તરફથી ઘમાસણ યુદ્ધ થયું. જ્યારે આ યુદ્ધના સમાચાર પદ્માવતી સાધ્વીને મળ્યા ત્યારે તેઓએ વિચાર કર્યો કે બંને પિતા – પુત્ર વચ્ચેના યુદ્ધમાં અનેક પ્રાણીઓ મરશે, તેથી તે ગુરુણીની આજ્ઞા લઈ કરકંડુની પાસે પહોંચી, સાધ્વીજીને જોતાં જ કરકંડુએ સિંહાસન ઉપરથી ઊઠીને પ્રણામ કર્યો. સાધ્વીએ પોતાની તથા પિતા દધિવાહનની ઓળખાણ આપી. પિતા પુત્રની વચ્ચે યુદ્ધને બદલે પરસ્પર પ્રેમનું વાતાવરણ સર્જાઈ ગયું. રાજા દધિવાહને હર્ષિત બની પોતાના પુત્ર રાજા કરકંડુને ચંપાપુરી રાજ્ય સોંપી દીધું અને પોતે દીક્ષા લઈ લીધી. કરકંડુએ પોતાની રાજધાની ચંપામાં જ રાખી અને પેલા બ્રાહ્મણને એક ગામ આપી દીધું. રાજા કરઠુનો સ્વભાવ ગોપ્રિય હતો. દેશાંતરમાંથી ઉત્તમ ગાયો મંગાવી ગૌશાળામાં રાખતો. એક દિવસ રાજાએ પોતાની ગૌશાળામાં એક શ્વેત અને તેજસ્વી વાછરડાને જોયો. રાજાને તે ખૂબ જ સુંદર લાગ્યો. તેણે આદેશ આપ્યો કે 'આ વાછરડાને તેની માતાનું દુધ પૂર્ણતઃ પીવડાવવામાં આવે.' આમ તેની ખૂબ જ સારસંભાળ લેવામાં આવતી. સમય જતાં તે પૂરો યુવાન, બલવાન અને પુષ્ટ થઈ ગયો.
ઘણા વર્ષો પછી રાજાએ એક વાર ગૌશાળાનું નિરીક્ષણ કર્યું. તે બળદની એકદમ કૃશ તથા દયામય દશાને જોઈ વિચાર થયો કે 'વય, રૂપ, બળ, વૈભવ અને પ્રભુત્વ વગેરે સર્વ નશ્વર છે. બીજા રાજ્યમાં હોય અને અમારા રાજ્યમાં ન હોય, તેવી કોઈ વિશેષતા છે ? તેથી તેના પર મોહ રાખવો વ્યર્થ છે. મારે આ સર્વનો મોહ દૂર કરી માનવજન્મને સફળ કરવો જોઈએ. રાજાએ રાજ્યનો ત્યાગ કરી જિનશાસનમાં દીક્ષા લીધી. દીક્ષા પછી કરકંડુ રાજર્ષિ અપ્રતિબદ્ધવિહારી બની, આરાધના કરતાં કરતાં અંતે સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા. તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા.
દ્વિમુખરાય :– પાંચાલદેશમાં કાંપિલ્યપુરમાં જયવર્મા રાજા હતા. તેની રાણી ગુણમાળા હતી. એક દિવસ આસ્થાન મંડપમાં બેઠેલા રાજાએ એક વિદેશી દૂતને પૂછયું – બીજા રાજ્યમાં હોય અને અમારા રાજ્યમાં ન હોય, તેવી કોઈ વિશેષતા છે ? તે કહ્યું – આપના રાજ્યમાં ચિત્રશાળા નથી. રાજાએ ચિત્રશિપીઓને બોલાવી ચિત્રશાળા નિર્માણનો આદેશ આપ્યો. જ્યારે ચિત્રશાળાનો પાયો ખોદાતો હતો.
ત્યારે તેમાંથી અત્યંત ચમકતો રત્નમય મુકુટ મળ્યો. ચિત્રશાળાનું કાર્ય પૂર્ણ થતાં રાજા તે મુકુટ પહેરી રાજસિંહાસન ઉપર બેસતા હતા, ત્યારે તે મુકુટના પ્રભાવે દર્શકોને તે રાજાના બે મુખ દેખાતાં હતાં, તેથી લોકોમાં રાજા દ્વિમુખરાયના નામે પ્રસિદ્ધ થઈ ગયા.