________________
[ ૩૬૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
રાજાને સાત પુત્રો અને એક પુત્રી હતાં. પુત્રીનું નામ મદનમંજરી હતું. જેને ઉજ્જયિનીનરેશ ચંડuધોતની સાથે પરણાવી હતી.
એકવાર ઈન્દ્રમહોત્સવના અવસર પર રાજાએ નાગરિકોને ઈન્દ્રધ્વજ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. આદેશ મુજબ જ થયું. પુષ્પમાળાઓ, મણિ, માણિકય વગેરે તેમજ રંગબેરંગી વસ્ત્રોથી તેને અત્યંત સજાવવામાં આવ્યો. આ ઈન્દ્રધ્વજ નીચે નૃત્ય, વાદ્ય, ગીત વગેરે થવાં લાગ્યાં, તેની ઉપર સુગંધિત જળ તેમજ ચૂર્ણની વર્ષા કરવામાં આવી, ગરીબોને દાન દેવાનું શરૂ થયું.
આ વિવિધ કાર્યક્રમોથી ઉત્સવ વધારે દીપી રહ્યો હતો. રાજા તે જોઈ અતિ હર્ષિત થયો. આઠમા દિવસે મહોત્સવ સમાપ્ત થતાં રાજા વસ્ત્ર, રત્ન, આભૂષણ વગેરે લઈને ઘરે ગયા. ત્યાં ઈન્દ્રધ્વજ તો એક સૂકું પૂંઠું બની ગયું હતું, જેને લોકોએ ત્યાં જ નાખી દીધું હતું. એ જ દિવસે રાજા કોઈ કારણે ત્યાંથી પસાર થયા, ત્યારે જોયું કે ઈન્દ્રધ્વજ લૂંઠાની જેમ પડ્યો છે. તે જોઈને રાજાને મનમાં વિચાર આવ્યો – 'અહો ! કાલે જે લોકોનાં આનંદનું નિમિત્ત હતું, તે જ આજે હાસ્યાસ્પદ બની ગયો. સંસારમાં દરેક પદાર્થ– ધન, જન, મકાન, મહેલ, રાજ્ય, વગેરેની આ જ દશા થાય છે, તેથી તેના પર આસક્તિ રાખવી યોગ્ય નથી. તો શા માટે હું દુર્દશાના કારણભૂત આ રાજ્ય પરની આસક્તિ છોડીને એકાંત શ્રેયસ્કારિણી મોક્ષ લક્ષ્મીને ન વરું? આમ વિચારી રાજાએ રાજ્યાદિ સર્વનો ત્યાગ કરી મુનિદીક્ષા ગ્રહણ કરી. વીતરાગ ધર્મનો પ્રચાર કરતાં પ્રત્યેકબુદ્ધ દ્વિમુખરાયે અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. નગતિ રાજા:- ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુએ ચિત્રાંગદની પુત્રી કનકમંજરીની વાકચાતુરીથી પ્રભાવિત થઈ તેની સાથે લગ્ન કર્યા. અંતે તેને પટરાણી બનાવી દીધી. રાજા રાણીએ વિમલચંદ્રાચાર્ય પાસે શ્રાવકવ્રત ગ્રહણ કર્યા. દીર્ઘકાળ સુધી વ્રત પાલન કરી તે બંને દેવલોકમાં દેવ થયાં.
ત્યાંથી નીકળી કનકમંજરીના જીવે વૈતાઢય પર્વત પર તોરણપુર નગરમાં દઢશક્તિ રાજાની ગુણમાળારાણીની કુક્ષિએ પુત્રી રૂપે જન્મ લીધો. તેનું નામ કનકમાળા રાખવામાં આવ્યું. વાસવ નામનો વિદ્યાધર તેનું અપહરણ કરી વૈતાઢયપર્વત પર લઈ આવ્યો. કનકમાળાના મોટાભાઈ કનકતેજને આ વૃતાંતની જાણ થતાં તે ત્યાં પહોંચી ગયો. વિદ્યાધર વાસવ સાથે તેનું યુદ્ધ થયું, તેમાં બંને મરી ગયા. એ જ સમયે એક વ્યંતરદેવ આવ્યો. તેણે ભાઈના શોકથી વ્યાકુળ કનકમાળાને આશ્વાસન દેતાં કહ્યું કે – 'તું મારી પુત્રી છો.' એટલામાં કનકમાળાના પિતા દઢશક્તિ પણ ત્યાં આવી ગયા. વ્યતરદેવે કનકમાળાને મૃત બતાવી. જેના કારણે તેને સંસારથી વિરક્તિ થઈ ગઈ. દઢશક્તિએ મુનિદીક્ષા સ્વીકારી લીધી. કનકમાળા, તથા તે દેવે તેને વંદના કરી પોતાનો વૃતાંત સંભળાવ્યો. મુનિરાજની વ્યંતરદેવે ક્ષમાયાચના કરી. જાતિસ્મરણ જ્ઞાનનથી કનકમાળાએ વ્યંતરદેવને પોતાના પિતા જાણીને તેણે પોતાના ભાવી પતિ વિષે પૂછયું, તો તેણે કહ્યું કે તમારો પૂર્વભવનો પતિ જિતશત્રુ, દેવલોકથી નીકળી દઢસિંહ રાજાને ત્યાં સિંહરથ નામના પુત્રના રૂપે ઉત્પન્ન થયો છે. તે આ જન્મમાં તારો પતિ થશે. તે પ્રમાણે કનકમાળાના લગ્ન સિંહરથ સાથે થયા. સિંહરથને વારંવાર પોતાના નગરમાં જવા આવવા માટે આ પર્વત પર આવવાનું થતું હતું, તેથી તે 'નગ્નતિ' નામથી પ્રખ્યાત થઈ ગયો.