________________
[ ૩ર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- નરેન્દ્રોમાં વૃષભ સમાન આ રાજાઓ પોતાના પુત્રોને રાજ્યગાદી પર સ્થાપીને જિનશાસનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને શ્રમણ બનીને શ્રમણ ધર્મમાં તલ્લીન થયા. વિવેચન :
દુ:- કલિંગ દેશના રાજા દધિવાહનને પદ્માવતી નામની રાણી હતી. તે એકવાર ગર્ભવતી બની. તેને એક દોહદ ઉત્પન્ન થયો કે હું વિવિધ વસ્ત્રાભૂષણોથી વિભૂષિત બની હાથીની અંબાડી પર છત્ર ધારણ કરી રાજ ઉધાનમાં ફરું.' દોહદ અનુસાર રાણીરાજા સાથે "જયકુંજર' હાથી ઉપર બેસી રાજ ઉદ્યાનમાં પહોંચ્યા. પુષ્પોની વિવિધ પ્રકારની સુગંધના કારણે હાથી એકાએક દોડવા લાગ્યો. રાજાએ રાણીને કહ્યું કે 'વટવૃક્ષ આવતાં ડાળી પકડી લેવી, જેથી સુરક્ષિત બની જઈશું. વટવૃક્ષ આવતાં જ રાજાએ ડાળી પકડી લીધી, રાણી ન પકડી શકી. પવનવેગે દોડતો હાથી એક મહારાણ્યમાં ઊભો રહ્યો. સરોવરમાં પાણી પીવા રોકાયો. ત્યાં રાણી નીચે ઊતરી ગઈ. વન્ય પશુઓથી તે ભયાકુળ બની ચિંતા કરવા લાગી. તેણે સાગારી અનશન કર્યો અને અનિશ્ચિત દિશામાં ચાલવા લાગી. રસ્તામાં એક તાપસ મળ્યા. તેણે રાણીને ભદ્રપુર સુધી પહોંચાડી દીધી. ત્યાંથી રાણી દંતપુર પહોંચી. ત્યાં સુગુપ્તવૃત્તા સાધ્વીજીના દર્શન કર્યા. સંસારનું સ્વરૂપ જાણી વૈરાગ્યભાવ જાગ્યો. પોતે ગર્ભવતી છે, તે વાત રાણી પદ્માવતીએ છુપાવી. સાધ્વીજીએ તેને દીક્ષા આપી દીધી. પરંતુ ધીરેધીરે ગર્ભિણી હોવાની વાત સર્વ સાધ્વીછંદમાં ફેલાઈ ગઈ. પદ્માવતી સાધ્વીએ વિનયપૂર્વક પ્રવર્તિની સાધ્વીજીને બધી વાત કરી, થોડા સમય પછી એક પુત્રનો જન્મ થયો. જન્મથી જ પુત્રની સૂકી ચામડી (રૂક્ષ કંપ્નયા) હતી. સ્મશાનમાં નવજાત શિશુને એક સુરક્ષિત સ્થાનમાં મૂકી દેવાયો. ત્યાંથી નિઃસંતાન ચાંડાલે તે બાળકને પોતાની પત્નીને સોંપી દીધો. તેની સૂકી ચામડીના કારણે બાળકનું નામ 'કરસંડુ' રાખ્યું. પાલક પિતાનું પરંપરાગત કામ સ્મશાનની રાખેવાળી કરવાનું હતું, તે જ કામ કરકંડુએ સંભાળ્યું. એકવાર ત્યાં કોઈ ગુરુ-શિષ્ય ધ્યાન કરવા માટે આવ્યા. ગુરુ દંડનાં લક્ષણોના જ્ઞાતા હતા. તેમણે એક વાંસદંડને જોઈને પોતાની સાથેના શિષ્યને કહ્યું કે જે આ વાંસના દંડને ગ્રહણ કરશે, તે રાજા થશે, આ વાતને કરકંડુ તથા એક બ્રાહ્મણે સાંભળી. સાંભળતાં જ બ્રાહ્મણ તે વાંસને ઉખેડીને લેવા લાગ્યો. કરકંડુએ આ બ્રાહ્મણને દંડ લઈને જતાં જોયો તણે ક્રોધિત થઈને તેની પાસેથી દંડ છીનવી લીધો. ન્યાયાલયમાં બ્રાહ્મણે કરકંડુ ઉપર દાવો કયો. કરકંડુએ કહ્યું આ દંડ મારા વડે રક્ષિત સ્મશાનમાંથી ઉત્પન્ન થયો છે, તેથી તેના ઉપર મારો અધિકાર છે. ન્યાયલયમાં કરકંડુની જીત થઈ. રાજાએ નિર્ણય સંભાળાવતાં કહ્યું કે જો આ દંડના પ્રતાપે તું રાજા બને, તો એક ગામ આ બ્રાહ્મણને આપી દેજે.'
કરકંડએ આ વાતને સ્વીકારી લીધી. બ્રાહ્મણે જ્યારે પોતાના જ્ઞાતિજનોને વાત કરી. તેઓએ કરકંડુને મારી નાંખવાનો વિચાર કર્યો. એકબીજા પાસેથી આ વાતની જાણ થતાં કરકંડુના પાલકપિતાએ પરિવાર સહિત તે ગામને છોડી દીધું. ચાલતાં ચાલતાં તેઓ કાંચનપુર પહોંચ્યાં. રાત્રિનો સમય હોવાથી તે ગામ બહાર સૂઈ રહ્યાં. સંયોગવશ ગામનો રાજા અપુત્ર મૃત્યુ પામ્યો હતો. તેના મંત્રીઓએ તુરંત જ નવા રાજાની શોધ માટે હાથીની સૂંઢમાં માળા આપી તેને છૂટો મૂક્યો. હાથીએ જ્યાં કરકંડુ સૂતો હતો ત્યાં આવી તેના ગળામાં માળા પહેરાવી દીધી. થોડા બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો પણ તેની પાસે જાજવલ્યમાન