________________
[ ૩૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ – સર્વ - સાક્ષાતુ, સન - શક્રેન્દ્રથી, રોફ - પ્રેરિત, સામો - દશાર્ણભદ્ર રાજા, પુર્વ - ઉપદ્રવ રહિત, સમૃદ્ધ, રસન્ન - દશાર્ણદેશનું રાજ્ય, રફળ - છોડીને, જિવતો = નિષ્ક્રમણ કર્યું, દીક્ષા લીધી, મુળ = સંયમમાં, ઘરે = વિચરણ કર્યું. ભાવાર્થ :- સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણા થતાં દશાર્ણભદ્ર રાજાએ પોતાના ઉપદ્રવરહિત દશાર્ણ દેશના રાજ્યને છોડી દીક્ષા લીધી અને મુનિધર્મનું આચરણ કર્યું. વિવેચન :
દશાર્ણભદ્ર રાજા – ભારતવર્ષના દશાર્ણપુરના રાજા દશાર્ણભદ્ર હતા. તે જિનધર્મમાં અનુરક્ત હતા. એકવાર નગરની બહાર ઉદ્યાનમાં તીર્થંકર ભગવાન મહાવીરનું પદાર્પણ થયું, તે સાંભળીને દશાર્ણભદ્ર રાજાના મનમાં વિચાર પ્રગટ થયો કે આજ સુધી કોઈ ન ગયા હોય, તેવી રીતે સમસ્ત વૈભવ સહિત હું પ્રભુને વંદન કરવા જાઉં; તદનુસાર ઘોષણા કરાવીને આખા નગરને સજાવ્યું. ઠેક-ઠેકાણે માણેકનાં તોરણ બંધાવ્યાં. નટો પોતાની કળાઓનું પ્રદર્શન કરવા લાગ્યા. રાજાએ સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈ, ઉત્તમ હાથી પર આરૂઢ થઈ, પ્રભુવંદન માટે પ્રસ્થાન કર્યું, મસ્તક પર છત્ર ધારણ કર્યું અને ચામર વિઝતા સેવકગણ જયજયકાર કરવા લાગ્યા. સામંત રાજા તથા અન્ય રાજા, રાજ્ય પુરુષો અને ચતુરંગિણી સેના તથા નાગરિકો સુસજ્જિત થઈને પાછળ ચાલી રહ્યા હતા. રાજા દશાર્ણભદ્ર સાક્ષાત્ ઈન્દ્ર જેવા શોભી રહ્યા હતા.
રાજાના
રાજાના આ પ્રકારના ગર્વને અવધિજ્ઞાનથી જાણીને ઈન્દ્ર વિચાર કર્યો કે પ્રભુભક્તિમાં આવો ગર્વ ઉચિત નથી. ઈન્દ્ર ઐરાવણ દેવને આદેશ આપીને કૈલાસ પર્વતની સમાન ઊંચા ૬૪૦૦૦ સજાવેલા હાથીઓ અને દેવદેવીઓની વિદુર્વણા કરાવી અને ભગવાન મહાવીરના દર્શન કરવા આકાશમાર્ગથી દશાર્ણનગરમાં આવી પહોંચ્યા. હવે ઈન્દ્રની શોભાયાત્રાની તુલનામાં દશાર્ણભદ્રની શોભાયાત્રા એકદમ ફીકી લાગવા લાગી. આ જોઈને દશાર્ણભદ્ર રાજાના મનમાં અન્તઃ પ્રેરણા થઈ. ક્યાં ઈન્દ્રનો વૈભવ અને કયાં મારો તુચ્છવૈભવ? ઈન્દ્ર આ લાકોત્તર વૈભવધર્મારાધનાથી જ પ્રાપ્ત કર્યો છે, તેથી મારે પણ શુદ્ધધર્મની પૂર્ણ આરાધના કરવી જોઈએ, જેથી મારો ગર્વ પણ રહી જાય. આમ સંસારથી વિરક્ત બનેલા રાજાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા પ્રદાન કરવાની પ્રાર્થના કરી, પોતાના હાથે કેશલોચ કર્યો. વિશ્વવત્સલ પ્રભુએ રાજાને પોતે જ દીક્ષા આપી. આટલી વિશાળ ઋદ્ધિ અને સામ્રાજ્યનો એકાએક ત્યાગ કરી પંચ મહાવ્રત ગ્રહણ કરવા માટે દશાર્ણભદ્ર રાજર્ષિને ઈન્દ્ર વારંવાર ધન્યવાદ આપ્યા અને બોલ્યા વૈભવમાં ભલે અમારી દિવ્ય શક્તિ આપનાથી વધારે છે પણ ત્યાગ તેમજ વ્રત ગ્રહણ કરવાની શક્તિ મારામાં નથી. દેવલોકનો વૈભવ ગમે તેટલો ભવ્ય હોય, તો પણ મનુષ્યભવમાં આત્મવૈભવ પ્રાપ્ત કરવાની અનેરી શક્તિ હોય છે. આમ ઈન્દ્ર દશાર્ણભદ્ર રાજર્ષિના ગુણગાન કરતાં દેવલોકે ચાલ્યા ગયા અને રાજર્ષિએ પણ ઈન્દ્રના નિમિત્તે સ્વીકારેલા સંયમની ઉગ્ર તપ દ્વારા આરાધના કરતાં તે જ ભવે કર્મ ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો.