________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૫૯ |
વિવેચન :હરિષણ ચકવર્તી :- કાંપિલ્ય નગરના મહાહરિ રાજાની મેરા નામની મહારાણીની કુક્ષિમાં હરિષણ નામનો પુત્ર થયો. વયસ્ક થતાં પિતાએ તેને રાજ્ય સોંપ્યું. રાજ્યપાલન કરતાં કરતાં તેને ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું. લઘુકર્મી હરિષણ ચક્રવર્તી સંસારથી વિરક્ત થઈ ગયા. તેઓએ પોતાના પુત્રને રાજગાદી સોંપી અને સ્વયં મહાનઋદ્ધિનો ત્યાગ કરી ગુરુચરણોમાં દીક્ષા લીધી. ઉગ્રતપથી ક્રમશઃ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતમાં મોક્ષ પામ્યા. જય ચક્રવર્તી :का अण्णिओ रायसहस्सेहिं, सुपरिच्चाई दमं चरे ।
जयणामो जिणक्खायं, पत्तो गइमणुत्तरं ॥४३॥ શબ્દાર્થ - રાવણદહં હજારો રાજાઓથી, પળો - અન્ય, કળાનો -જય નામક અગિયારમા ચક્રવર્તી, સુરિશ્વાર્ફ - રાજ્ય વૈભવનો પૂર્ણતઃ ત્યાગ કરીને,
વિવાર્થ - જિનેન્દ્ર દેવ દ્વારા કહેવાયેલા, વન - ચારિત્ર ધર્મનું, સંયમનું, વર - સેવન કર્યું. ભાવાર્થ :- જય નામનાં અગિયારમા ચક્રવર્તીએ અન્ય હજાર રાજાઓની સાથે રાજ્ય વૈભવનો પૂર્ણતઃ ત્યાગ કરી જિનેશ્વરે ફરમાવેલા સંયમનું આચરણ કરીને અંતમાં અનુત્તર ગતિ-મોક્ષને પામ્યા. વિવેચન :જય ચક્રવર્તી :- રાજગૃહ નગરના રાજા સમુદ્રવિજયની વપ્રા નામની રાણી હતી. તેને જય નામનો એક પુત્ર હતો. તેણે ક્રમશઃ યુવાવસ્થામાં પદાર્પણ કર્યું. પિતાના રાજ્યની ધુરા હાથમાં લઈ લીધી. થોડા સમય પછી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું અને દીર્ઘકાળ સુધી ચક્રવર્તીની ઋદ્ધિસિદ્ધિ ભોગવતાં તેને વૈરાગ્ય જાગૃત થયો, પોતાના પુત્રને રાજ્ય સોંપી ચારિત્ર અંગીકાર કર્યું. તારૂપી વાયુથી કર્મરૂપી વાદળોનો નાશ કર્યો. સાડા ત્રણ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી જય ચક્રવર્તી મોક્ષમાં ગયા.
ચક્રવર્તી એટલે છ ખંડના અધિપતિ એવા મહાન પુરુષોએ અપાર સમૃદ્ધિ અને મનોરમ કામભોગોને છોડી દીધા હતા. ભરતક્ષેત્રના બાર ચક્રવર્તી પૈકી ઉપરના દસ ચક્રવર્તી ચક્રવર્તીપદનો ત્યાગ કરી, સંયમ માર્ગનો સ્વીકાર કરી સંયમ -તપની આરાધનાથી મોક્ષે ગયા હતા. આઠમા સુભૂમ ચક્રવર્તી અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી; એ બંને ભોગોમાં આસક્ત બની નરકગતિમાં ગયા. નરકગામી બંને ચક્રવર્તીના નામનો ઉલ્લેખ આ અધ્યયનમાં નથી. દશાર્ણભદ્ર રાજા :४४ दसण्णरज्जं मुदियं, चइत्ताणं मुणी चरे ।।
दसण्णभद्दो णिक्खंतो, सक्खं सक्केण चोइओ ॥४४॥