________________
૩૫૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
થોડા સમય પછી પક્વોત્તર રાજર્ષિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિષ્ણુકુમાર મુનિએ ઉગ્ર તપશ્ચર્યાથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી.
એકવાર સુવ્રતાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે હસ્તિનાપુર નગરમાં ચાતુર્માસ માટે પધાર્યા. નમુચિ મંત્રીએ મહાપા ચક્રવર્તી પાસે પોતાનું વરદાન માંગ્યું કે મારે યજ્ઞ કરવો છે અને યજ્ઞ સમાપ્તિ સુધી મને આપનું રાજ્ય આપો. મહાપદ્મ સરળભાવથી તેને રાજ્ય સોંપી દીધું. નવા રાજાને વધાઈ દેવા માટે જૈનમુનિઓ સિવાય અન્ય સાધુઓ તેમજ તાપસ ગયા. નમુચિને જૈન સાધુઓ પ્રત્યે દ્વેષ તો હતો જ અને આ નિમિત્ત મળ્યું. તેથી ક્રોધિત થઈને તેણે આદેશ આપ્યો કે આજથી સાત દિવસ પછી કોઈ પણ જૈન સાધુ મારા રાજ્યમાં રહેશે, તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. આચાર્યે પરસ્પર વિચાર વિનિમય કરી લબ્ધિધારી મુનિ વિષ્ણુકુમારને લાવવા માટે એક સંતને મોકલ્યા. તેઓ આવ્યા. પરિસ્થિતિ સમજીને વિષ્ણુકુમાર વગેરે મુનિઓએ નમુચિને ઘણો સમજાવ્યો, પરંતુ તે પોતાના દુરાગ્રહ પર મક્કમ રહ્યો. વિષ્ણુકુમાર મુનિએ તેની પાસે આગ્રહ સાથે ત્રણ પગલાં જમીન માંગી. નમુચિએ વચન આપ્યું, ત્યારે વિષ્ણકુમાર મુનિએ વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરી પોતાનું શરીર વિશાળ બનાવી દીધું. ત્રણ પગલાં જમીન માપતાં પોતાના ચરણાઘાતથી સમગ્ર પૃથ્વી ધ્રુજાવી નાંખી. વિષ્ણુકુમાર મુનિના પરાક્રમ તેમજ વિરાટ રૂપને જાઈને નમુચિ જ નહીં સમસ્ત રાજપરિવાર, દેવ, દાનવ વગેરે ભયભીત અને વિદ્વળ બની ગયાં. મહાપા ચક્રવર્તીએ આવીને સવિનય વંદન કર્યા અને મંત્રી દ્વારા શ્રમણસંઘની આશાતના કરવા બદલ ક્ષમાયાચના કરી. મુનિવરે પોતાનું વિરાટ શરીર પૂર્વવત્ કર્યું. ચક્રવર્તી મહાપદ્મ દુષ્ટ પાપાત્મા નમુચિને દેશનિકાલની સજા આપી. વિષ્ણુકુમાર મુનિએ આલોચના અને પ્રાયશ્ચિત્તથી આત્મશુદ્ધિ કરીને તપ દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ક્રમશઃ મુક્ત થયા.
મહાપદ્મ ચક્રવર્તીએ દીર્ઘકાળ સુધી વિપુલ સમૃદ્ધિનો ઉપભોગ કર્યો. ત્યાર પછી રાજ્યાદિ સર્વસ્વનો ત્યાગ કરીને સંયમ સ્વીકાર્યો, ૧૦ હજાર વર્ષ સુધી ઉગ્ર આચારનું પાલન કર્યું. અંતે ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ મુક્ત થયા. હરિપેણ ચક્રવર્તી :४२ एगच्छत्तं पसाहित्ता, महिं माण णिसूरणो ।
__ हरिसेणो मणुस्सिदो, पत्तो गइमणुत्तरं ॥४२॥ શબ્દાર્થ :- નપુસિવો = મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, હરિસેળો = હરિષણ નામના દસમા ચક્રવર્તીએ, માળ બિજૂરો (નળ ળિસૂવળો) - શત્રુઓના માનનું મર્દન કરીને, નહિં પૃથ્વી પર, છત્ત - એક છત્ર, સાહિત્તા = રાજ્ય સ્થાપિત કર્યું. ભાવાર્થ :- શત્રુઓના માનમર્દક દસમા ચક્રવર્તી હરિફેણ પણ મહિમંડળમાં પોતાનું એકછત્રી રાજ્ય પ્રવર્તાવી, તેને છોડીને સંયમ સ્વીકાર કરી, અનુત્તર ગતિ મોક્ષને પામ્યા.