________________
અધ્યયન–૧૮: સંજયય
[ ૩૫૭]
એક હજાર રાજાઓ સાથે પ્રવ્રજિત થયા. ત્રણ વર્ષ પછી તે જ સહસામ્રવનમાં તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, તીર્થની સ્થાપના કરી.
અરનાથ ભગવાને ૮૪ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી અંતમાં સમેત શિખર નામના પર્વત પર એક હજાર સાધુઓની સાથે જઈ અનશન કરી એક માસ પછી આયુષ્ય પૂર્ણ થતાં જ સિદ્ધિ પ્રાપ્ત કરી. મહાપદ્મ ચક્રવર્તી :
चइत्ता भारहं वासं, चक्कवट्टी महिडिओ ।
चिच्चा य उत्तमे भोए, महापउमे तवं चरे ॥४१॥ શબ્દાર્થ :- મહાપડને મહાપા નામના, ૩ત્તને - પ્રધાન, ઉત્તમોત્તમ.
ભાવાર્થ :- મહાપા નામના ઋદ્ધિવાન નવમા ચક્રવર્તીએ સંપૂર્ણ ભરત ક્ષેત્રના રાજ્યનો અને પ્રાપ્ત ઉત્તમ ભોગ સામગ્રીનો ત્યાગ કરી, સંયમ તપનું આચરણ કર્યું અને કર્મ ક્ષય કરી મુક્ત થયા.
વિવેચન :
મહાપા ચકવર્તી :- હસ્તિનાપુરમાં ઈક્વાકુવંશી પક્વોત્તર નામના રાજા હતા. તેની જ્વાલા નામની રાણીએ સિંહનું સ્વપ્ન જોયું, તેને વિષ્ણુ નામનો એક પુત્ર થયો. ત્યાર પછી ૧૪ મહાસ્વપ્ન જોયાં અને મહાપદ્મ નામનો બીજો પુત્ર થયો. બંને પુત્રોએ કલાચાર્ય પાસે જઈને બધી કળાઓનો અભ્યાસ કર્યો. ઉંમરલાયક થતાં મહાપદ્મની યોગ્યતા, પરાક્રમ અને સમજણ જોઈ પક્વોત્તર રાજાએ તેને યુવરાજ પદ આપ્યું.
હસ્તિનાપુર રાજ્યના સીમાવર્તી રાજ્યમાં કિલ્લો બનાવી સિંહબલ નામનો રાજા રહેતો હતો. તે વારંવાર હસ્તિનાપુર રાજ્યમાં લૂંટફાટ કરી પોતાના કિલ્લામાં સંતાઈ જતો હતો. તે સમયે મહાપદ્મનો મંત્રી નમુચિ હતો. જે સાધુઓનો દ્વેષી હતો. સિંહબલને પકડી લાવવા મહાપો નમુચિની સાથે વિચારણા કરી. નમુચિએ પોતે જ તેને પકડી લાવવાનું બીડું ઝડપ્યું અને તરત જ સૈન્ય સહિત જઈને સિંહબલના કિલ્લાને તોડી નાખ્યો અને તેને બાંધીને લઈ આવ્યો. નમુચિનું આ પરાક્રમ જોઈને ખુશ થયેલા મહાપો તેને જે જોઈએ તે માંગવાનું કહ્યું. નમુચિએ કહ્યું કે હું અવસરે માંગીશ. ત્યાર પછી ઘણા સમય સુધી મહાપો રાજ્યની બહાર રહી અનેક પરાક્રમનાં કાર્ય કર્યા. અંતે તેને ત્યાં ચક્રાદિ રત્ન ઉત્પન્ન થયા. ભરતક્ષેત્રના છ ખંડની સાધના કરી ચક્રવર્તીનું પદ મળતાં તેણે માતપિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યા. માતપિતા તેની સમૃદ્ધિ જોઈ અત્યંત હર્ષિત થયા.
આ અવસરે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય શ્રીસુવ્રતાચાર્ય પધાર્યા. તેનો વૈરાગ્યસભર ઉપદેશ સાંભળીને પક્વોત્તર રાજા અને તેના જ્યેષ્ઠપુત્ર વિષ્ણુકુમારને સંસારથી વૈરાગ્ય આવી ગયો. પવોત્તર રાજાએ યુવરાજ મહાપદ્મનો રાજ્યાભિષેક કરીને વિષ્ણુકુમારને સહિત સર્વેએ દીક્ષા ગ્રહણ કરી.