________________
[ ૩૫૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જન્મ ધારણ કર્યો પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી જ દરેક શત્રુ રાજા કુંથુ સમ અલ્પસત્ત્વવાળા થયા તથા માતાએ પણ સ્વપ્નમાં પૃથ્વીગત રત્નોના સૂપને જોયો હતો, તેથી જન્મ મહોત્સવ કરી તેમનું નામ કુંથુ રાખ્યું.
યુવાવસ્થામાં અનેક કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયા. સૂર રાજાએ પુત્રની યોગ્યતા જાણીને તેમને રાજ્ય સોંપી દીધું, તે દરમ્યાન તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી તેઓ ચક્રવર્તી રાજા થયા, દીર્ઘકાળ સુધી રાજ્યનું પાલન કર્યું. લોકાંતિકદેવોએ તીર્થ પ્રવર્તન માટે પ્રાર્થના કરી ત્યાર પછી કુંથુ ચક્રવર્તીએ પોતાના પુત્રને રાજ્ય સોંપી વાર્ષિક દાન કર્યું અને હજાર રાજાઓની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. અપ્રમત્ત વિચરણ કરતાં સોળ વર્ષ પછી સહસામ્રવનમાં ચાર ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થસ્થાપના કરી અંતે હજાર મુનિઓ સાથે સમેત શિખર પર્વત પર એક માસનાં અનશન સહિત મુક્તિ પ્રાપ્ત કરી.
અરનાથ ચક્રવર્તી તેમજ તીર્થકર :४० सागरंतं चइत्ताणं, भरहं णरवरीसरो ।
अरो य अरयं पत्तो, पत्तो गइमणुत्तरं ॥४०॥ શબ્દાર્થ - પÉ - ભરતક્ષેત્રને, વફા - છોડીને, મો - અર નામના, વરીયો - ચક્રવર્તી, મર-કર્મરજથી રહિત અવસ્થાને, પત્તો- પ્રાપ્ત કરી, અનુત્તરં નવું શ્રેષ્ઠ ગતિરૂપ મોક્ષને, પત્તો- પામ્યા. ભાવાર્થ :- સમુદ્રપર્યત સંપૂર્ણ ભરતક્ષેત્રના રાજ્યનો ત્યાગ કરીને સાતમા ચક્રવર્તી અરનાથ નરેશ્વર કર્મરજથી રહિત થઈ શ્રેષ્ઠ ગતિને પામ્યા, એટલે મુક્ત થયા.
વિવેચન :
અરનાથ ભગવાનઃ-જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વત્સ નામના વિજયની અંદર સુસીમા નામની નગરી હતી. ત્યાંના રાજા ધનપતિએ સંસારથી વિરકત બની સંમતભદ્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અરિહંત ભક્તિ વગેરે વીસ સ્થાનકોની આરાધના વડે તેઓએ તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. દીર્ઘકાળ સુધી તપશ્ચર્યા તેમજ મહાવ્રતનું પાલન કરી, અંતમાં અનશન કરી, આયુષ્ય પૂર્ણ થતાં નવમા ગ્રેવેયકમાં શ્રેષ્ઠ દેવ થયા. ત્યાંથી ચ્યવન કરી હસ્તિનાપુરના સુદર્શન રાજાની રાણીની કુક્ષિમાં જન્મ ધારણ કર્યો. સુવર્ણની કાંતિ જેવા, આંખોને આંનદ પમાડે તેવા સુમનોહર પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નના આરા એટલે ચક્રના આરા જોયા હતા. તે મુજબ પુત્રનું નામ 'અ' રાખ્યું. યુવાવસ્થામાં અનેક કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં. સુદર્શન રાજાએ પુત્રને રાજ્ય સોંપી રાણી સહિત સિદ્ધાચાર્ય પાસે દીક્ષા લીધી. રાજા અરનાથે સંપૂર્ણ ભરત ક્ષેત્ર ઉપર આધિપત્ય સ્થાપી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું. સમય વીત્યા પછી લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તન માટે પ્રાર્થના કરી. અરનાથે વાર્ષિક દાન દીધું. પોતાના પુત્રને રાજ્ય સોંપી