________________
[ ૩૪૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પલ્યોપમ પ્રમાણ અને સાગરોપમ પ્રમાણ આયુ પૂર્ણ માનવામાં આવે છે. અસંખ્યાત વર્ષોનો એક પલ્ય છે અને દશ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ છે. ક્ષત્રિયમુનિનું ત્યાં સાગરોપમ પ્રમાણ આયુષ્ય હતું. ક્ષત્રિયમુનિ દ્વારા પોતાના અતિશયની અભિવ્યક્તિ - હું મારા તથા બીજા જીવોનું આયુષ્ય યથાર્થરૂપે જાણું છું અર્થાત્ જેનું જેટલું આયુષ્ય છે તેને હું જાણું છું. આ કથનથી તેમને અવધિજ્ઞાન હોવાનું નિશ્ચિત થાય છે કારણ કે અવધિજ્ઞાની ભૂત, ભવિષ્યની પ્રાણીઓની અસંખ્ય કાળની અવસ્થાઓને, પર્યાયોને જાણી શકે
સંજયમુનિને ધર્મપ્રેરણા - ३० णाणारुई च, छंदं च, परिवज्जेज्ज संजए ।
अणट्ठा जे य सव्वत्था, इइ विज्जामणुसंचरे ॥३०॥ શબ્દાર્થ :- સંન- હે સંજય મુનિ ! સંયત સાધુને જરૂરી છે કે, બળા - ક્રિયાવાદી, અક્રિયાવાદી, ભિન્ન ભિન્ન વાદીઓની અનેક પ્રકારની રુચિ, છ = પોતાની બુદ્ધિ પ્રમાણે કલ્પિત જુદા જુદા અભિપ્રાયો, પરિવર્નન = સર્વથા ત્યાગી, તેનાથી સર્વથા દૂર રહેવું, ને = જે, અાકા = હિંસા, જૂઠ વગેરે અનર્થકારી પાપકાર્ય છે, સવ્વત્થા - સર્વથા તેમનો પણ ત્યાગ કરવો, ૬ - આ રીતે, વિના - જાણીને, સમ્યક્ જ્ઞાન સ્વીકારીને, અવર - સંયમ માર્ગે સમ્યક્ પ્રકારે વિચરણ કરવું જોઈએ.
ભાવાર્થ :- ક્ષત્રિય રાજર્ષિ – હે સંજયમુનિ ! મિથ્યાત્વના કદાગ્રહના કારણે થતી વિવિધ પ્રકારની રચિઓ તથા સ્વછંદ અભિપ્રાયોના મતમતાંતરોથી દૂર રહેવું જોઈએ કારણ કે આ બધા નિપ્રયોજન વિકલ્પો આત્મકલ્યાણ સાધવામાં બાધક, અનર્થકારી, કર્મબંધ કરાવનારા છે. તેમ જાણી સંયમ માર્ગમાં વિચરણ કરવું જોઈએ. 38 पडिक्कमामि पसिणाणं, परमंतेहिं वा पुणो ।
अहो उठ्ठिए अहोरायं, इइ विज्जा तवं चरे ॥३१॥ શબ્દાર્થ :- સિગાઈ - શુભાશુભ ફળ સૂચક સાવધ પ્રશ્નોના જવાબથી, વા - અને, પરમહં - ગૃહસ્થ સંબંધી સાવધ કાર્યના વિચાર – વિનિમયથી, હિમામ - નિવૃત્ત થઈ ગયો છું, પુખો - અને, અહોવું = દિનરાત, અદો = સદા, હંમેશાં, આ વિસ્મયાર્થક અવ્યય છે, કૃિષ = સાવધાન રહું છું, રૂ = આ રીતે, વિઝા = જાણીને બુદ્ધિમાન સાધુએ સદા, તવ = તપ-સંયમનું, રર આચરણ કરવું જોઈએ. ભાવાર્થ :- હું નિમિત્તાદિ શાસ્ત્રો દ્વારા કહેવાતાં શુભાશુભ ફળ સૂચક પ્રશ્નોના જવાબથી અને ગૃહસ્થ