________________
અધ્યયન-૧૮: સંજયીય
| ૩૪૭ |
પણ બે પ્રકારે થાય છે: (૧) અન્યતીર્થિકોના સિદ્ધાંત પ્રત્યે (૨) ભાષા સમિતિ પ્રત્યે. તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરનો ઉપદેશ સીધો અને સરળ છે. જે ગાથા ૨૫ માં વર્ણિત છે. બીજા વાદીઓના કથન માયા યુક્ત છે અથવા વાણી વિલાસ માત્ર હોવાનો ઉલ્લેખ છે.
રિયામિ :- "ઈર્યા શબ્દનો અર્થ ગમન, ગતિ છે. અહીં આ શબ્દ પ્રગતિ અર્થમાં કે સંયમમાં વિચરણ કરવાના અર્થમાં પ્રયુક્ત છે.
ક્ષત્રિયમુનિને અવધિજ્ઞાન અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન હતું. ગાથા ૨૭ અને ૨૮ થી આ વાત સિદ્ધ થાય છે. ક્ષત્રિયમુનિની દિવ્ય વિશેષતા :२८ अहमासी महापाणे, जुइमं वरिस सओवमे ।
जा सा पाली महापाली, दिव्वा वरिस सओवमा ॥२८॥ શબ્દાર્થ :- અહં- હું, મહાપળે- બ્રહ્મ દેવલોકના મહાપ્રાણ વિમાનમાં, ગુરૂમં આવી- કાંતિથી યુક્ત દેવ હતો અને, વરિલ સવ- અહીંના સો વર્ષ આયુષ્યની સાથે જેની ઉપમા અપાય છે તેવા, નિષ્ણાંકદેવોની, ના = જે, પાના- પલ્યોપમ અને, મહાપાની સાગરોપમની સ્થિતિ કહેવાય છે, તે વલિ સવાર તેવું મારું આયુષ્ય હતું. ભાવાર્થ :- પહેલાં હું પાંચમા દેવલોકના મહાપ્રાણ વિમાનમાં યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષના આયુષની ઉપમા અપાય છે, તેમ ત્યાં દેવોની પણ સો વર્ષની ઉપમાવાળી સ્થિતિ પલ્યોપમ અને મહા પલ્યોપમ અર્થાત્ સાગરોપમની હોય છે, તેવી રીતે મારું પણ સાગરોપમનું આયુષ્ય હતું. २९ से चुए बंभलोगाओ, माणुस्सं भवमागओ ।
अप्पणो य परेसिं च, आउ जाणे जहा तहा ॥२९॥ શબ્દાર્થ - - તે, સંપત્તોજનો બ્રહ્મનામના દેવલોકમાંથી, રૂપ ચ્યવન થતાં, માપુરૂં - મનુષ્યના, ભવં લોકમાં, ગળો આવ્યો છું, પણ હું પોતાનું, આતં-બીજાનું, નહ આયુષ્ય, તક જેવું છે, નાનેતેવું, યથાર્થ જાણું છું ભાવાર્થ :- ક્ષત્રિય મુનિ – હું તે બ્રહ્મલોક દેવલોકનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું મારું પોતાનું અને બીજાનું આયુષ્ય અવધિજ્ઞાન વડે યથાર્થરૂપે જાણું છું. વિવેચન :વસિવ -જેમ અહીં આ સમયે સો વર્ષનું આયુષય પૂર્ણ માનવામાં આવે છે, તેમ ત્યાં દેવલોકમાં