________________
૩૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ભાવાર્થ :- આ સંસારમાં જે લોકો પાપનું આચરણ કરે છે, તે ઘોર નરકમાં એટલે દુર્ગતિમાં જાય છે અને જે આર્ય ધર્મનું એટલે તીર્થંકરો કથિત સંયમધર્મનું આચરણ કરે છે, તે દિવ્ય ગતિ એટલે મોક્ષ કે દેવલોકમાં જાય છે.
२६ मायाबुइयमेयं तु, मुसाभासा णिरत्थिया । संजयमाणो वि अहं, वसामि इरियामि य ॥२६॥
શબ્દાર્થ :- માયા (વાયા) વુડ્સમેય = માયાપૂર્વક વચન બોલે છે, વાણીથી કથન માત્ર કરે છે, તુ - તેની, ભાલા - ભાષા, કથન, મુજ્ઞા - મિથ્યા, અસત્ય, વિ - અને, પણ, રિન્થિયા – નિરર્થક છે, અહં = હું, સંગયમાળો = સંયમ માર્ગમાં, સંયમ પાલન કરતાં, વસામિ = સારી રીતે રહું છું, સ્થિર
=
છું, ફરિયામિ = યત્નાપૂર્વક ગોચરી વગેરે માટે જાઉં છું, વિચરણ કરું છું.
ભાવાર્થ :- ક્રિયાવાદી વગેરે એકાંતવાદીઓના સિદ્ધાંત માયાજાળસમાન અને કેવળ વચનવીર્યવાળાં હોય છે અર્થાત્ તેની અસત્ય અને નિરર્થક ભાષાઓ કેવળ વાણીવિલાસ માત્ર જ હોય છે. આ જાણી તેનાથી આત્માને સંયમિત (સાવધાન) રાખીને હું સંયમમાં રહું છું અને વિચરણ કરું છું.
२७
सव्वे ए वेइया मझं, मिच्छादिट्ठि अणारिया ।
विज्जमाणे परे लोए, सम्मं जाणामि अप्पयं ॥ २७॥
=
=
શબ્દાર્થ :- ૬ સવ્વ - આ બધા વાદી (તાર્કીકો) લોકો, મળ્યું - મારા, વેડ્યા – જાણેલા છે (ઓળખેલા) આ બધા, મિચ્છાવિષ્ટિ - મિથ્યાદષ્ટિ, અળરિયા = અનાર્ય છે, પરેલોય્ = પરલોક, વિજ્ઞમાળે = વિધમાન છે, પરલોકમાં રહેલાં, અઘ્યય = મારા આત્માને, આત્માઓને, સમ્ન = સમ્યક્ પ્રકારે, ગાળમિ – જાણું છું.
=
ભાવાર્થ :- ક્ષત્રિય રાજર્ષિ – આ સંસારના બધા વાદીઓ, તાર્કિકોને મેં જાણ્યા છે. તે બધા મિથ્યાદષ્ટિ અને અનાર્ય છે. મેં પરલોક ને પણ જાણ્યો છે તેથી સમ્યક્ પ્રકારે આત્મસ્વરૂપને ઓળખું છું અથવા પરલોકમાં રહેલા આત્માઓને પણ હું સારી રીતે જાણું છું અને જોઉં છું.
વિવેચન :
किरियं अकिरियं ઃ– આ ગાથા દ્વારા ક્ષત્રિય રાજર્ષિએ સંજયમુનિને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો છે જેમાં ચારે ય એકાંતવાદને સમજાવીને પછી આગળની ગાથાઓ દ્વારા મહાપુરુષોના કલ્યાણ કરવાના આશયથી વીતરાગ સિદ્ધાંત અને તેની મહત્તા પ્રદર્શિત કરી છે.
મેયળે :– (૧) તાર્કિકો, વાદીઓ (૨) તત્વજ્ઞો, જ્ઞાની આત્માઓ.
માયા :– આ ગાથાનો પ્રારંભ રીતે 'માયા' અને પાઠાંતરે 'વાયા' બન્નેના શબ્દથી થાય છે, તેથી તેના અર્થ