________________
३४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- સંગો ગામ ખામાં - સંજય મારું નામ છે, નોયમો - ગૌતમ મારું, નૌસેન ગોત્ર છે, તા - અને, વિજ્ઞાપરણપારા - વિદ્યા (જ્ઞાન) અને ચારિત્રના પારગામી, ગર્દભાલી, મમ = મારા, અયરિયા = આચાર્ય છે, ગુરુ છે.
માલી
ભાવાર્થ :- સંજયમુનિએ પ્રત્યુત્તર આપતા કહ્યું – મારું નામ સંજય છે, ગૌતમ મારું ગોત્ર છે, જ્ઞાન અને ચારિત્રના પારગામી ગર્દભાલી મારા આચાર્ય છે.
વિવેચન :
रहूं :- જનપદ કે પ્રાંતને જ પ્રાચીનકાળમાં રાષ્ટ્ર કહેતા હતા. એક જ રાજ્યમાં અનેક રાષ્ટ્ર હતાં. વર્તમાનના તાલુકાને રાષ્ટ્ર કહેવાતા હતા.
:
ક્ષત્રિય રાજર્ષિનો પરિચય – ક્ષત્રિય રાજર્ષિ પૂર્વ જન્મમાં સંયમનું પાલન કરી દેવ થયા હતા. ત્યાંથી મૃત્યુ પામી તેણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો. કોઈ નિમિત્તથી પૂર્વજન્મની સ્મૃતિ થતાં તેણે સંસારથી વિરક્ત થઈ દીક્ષા ધારણ કરી હતી. કુળ ઉપરથી તેનું નામ ક્ષત્રિયમુનિ રાખવામાં આવ્યું હતું.
ક્ષત્રિયમુનિના પાંચ પ્રશ્ન હતા – (૧) આપનું નામ શું ? (ર) આપનું ગોત્ર કર્યું ? (૩) આપ શા માટે મહામુનિ બન્યા ? (૪) આચાર્યોની સેવા કયારે અને કેવી રીતે કરો છો ? અને (૫) આપ વિનીત કેવી રીતે છો ?
પસળે તે તહા મળો :– અંતઃકરણ કલુષિત હોય તો બાહ્ય આકૃતિ અકલુષિત એટલે નિર્વિકાર પ્રતીત થતી નથી. સંજયરાજર્ષિની બાહ્ય આકૃતિ ઉપરથી ક્ષત્રિયમુનિએ તેના અંતઃકરણની પવિત્રતાના દર્શન કર્યા.
માહને ઃ(૧) જેનાં મન, વચન, કાયા હિંસાદિ પ્રવૃત્તિથી નિવૃત્ત છે, તે માહણ છે. (૨) વચનથી જે અહિંસાનો ઉપદેશ આપે છે તે માહણ છે. (૩) હિંસાદિ સર્વપાપોથી વિરત મુનિ જ અહીં માહણ શબ્દથી ગૃહીત છે. (૪) માહણનો સીધો અર્થ છે અહિંસક અથવા અણગાર.
ગાથા ૨૧ માં ક્ષત્રિય મુનિ દ્વારા પાંચ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. સંજય રાજર્ષિએ ત્રણ ઉત્તરમાં તેનો સમાવેશ કર્યો છે, તે આ રીતે સમજવું જોઈએ – મારા આચાર્ય ગર્દભાલી છે, જે શ્રુત ચારિત્રમાં પારંગત છે. તેના ઉપદેશથી હું મુનિ બન્યો છું. તેના દ્વારા મેં શાસ્ત્રાધ્યયન અને શિક્ષાઓ ગ્રહણ કરી છે. મારા આચાર્યે સંયમનું ફળ મુક્તિ કહ્યું છે.મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ હું માહણ (મુનિ) બન્યો છું. આચાર્યશ્રીની આજ્ઞાનુસાર ચાલું છું, તે જ તેમની સેવા છે અને તેના કથન અનુસાર હું દરેક મુનિચર્યાનું પાલન કરું છું, આ મારી વિનીતતા છે.
વિખ્તાવરળ :– વિધાનો અર્થ અહીં શ્રુતજ્ઞાન છે તથા ચરણનો અર્થ ચારિત્ર છે.
'માહન' પદથી પાંચ મહાવ્રતરૂપ મૂલ ગુણોની આરાધકતા; આચાર્યગુરુની સેવાથી,