________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૩૯
નજીકમાં જ હરણાઓને મારીને મેં વ્યર્થ જ મુનિના હૃદયને દુઃખ પહોંચાડયું.
अह मोणेण सो भगवं, अणगारे झाणमस्सिए ।
रायाणं ण पडिमंतेइ, तओ राया भयदुओ ॥९॥ શબ્દાર્થ :- અદ - પરંતુ, સો - તે, ભાવ- ભગવંત, વણકરે - અણગાર, મુનિ, જ્ઞા
ણિ - ધ્યાનમાં રહ્યા, મોણ - મૌન ધારણ કરીને, રા - રાજાને જ મતે - કશો ય ઉત્તર આપ્યો નહીં, તો = ત્યારે તે. મથ૬૬ = ભયભીત થયા. ભાવાર્થ - પરંતુ તે અણગાર ભગવાન મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન રહ્યા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો, તેથી રાજા વધુ ભયભીત થયા.
__ संजओ अहमम्मीति, भगवं वाहराहि मे ।
कुद्धे तेएण अणगारे, डहेज्ज परकोडिओ ॥१०॥ શબ્દાર્થ :- ૩૬ -હું, સંનો - સંજય રાજા, નિ (સન) - , ત-માટે, ને વાદરા = મારી સાથે બોલો, મારી સામે જુઓ, શુદ્ધ = ગુસ્સે થયેલા, કોપાયમાન, તે = પોતાના તેજથી, પુરોહિશો - કરોડો વ્યક્તિઓને, દેન્ગ = બાળી નાખે છે. ભાવાર્થ - રાજાએ કહ્યું કે હે ભગવન્! હું સંજય રાજા છું, આપ મારી સાથે બોલો કે મારી સામે જુઓ, કારણ કે હું જાણું છું કે કુપિત થયેલા અણગાર પોતાની શક્તિથી કરોડો વ્યક્તિઓને બાળી શકે છે. વિવેચન :જ કિમતેફ – પ્રત્યુતર ન આપ્યો, તેથી રાજાએ વિચાર્યું– હું તને ક્ષમા કરું છું કે નહીં એવો કોઈ પ્રત્યુત્તર મુનિએ ન આપ્યો, માટે મુનિ મારા ઉપર ક્રોધિત થઈ ગયા લાગે છે. જયન્દુ - મુનિનું મૌન જાઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયા કે ઋષિ ક્રોધિત થયા છે, તે શું કરશે? સંગ મર્મજ્ઞતિઃ – ભયભીત રાજાએ નમ્રતાપૂર્વક પોતાનો પરિચય આપ્યો, – હું સંજય નામનો રાજા છું; કારણ કે મને કોઈ સામાન્ય મનુષ્ય માની કોપિત થઈ ભસ્મ ન કરે.
કે તે – રાજા બોલ્યા કે હું એટલા માટે ભયભીત છું કે આપ મારી સાથે વાત કરતા નથી. મેં સાંભળ્યું છે કે તપસ્વી અણગાર કોપાયમાન થાય, તો પોતાના તેજ વડે (તેજો વેશ્યાદિથી) હજારો જ નહીં કરોડો મનુષ્યોને ભસ્મ કરી શકે છે.' રાજાને મુનિનો ઉપદેશ :११ अभओ पत्थिवा तुब्भं, अभयदाया भवाहि य ।
अणिच्चे जीवलोगम्मि, किं हिंसाए पसज्जसि ॥११॥