________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
[ ૩૩૩ ]
આદરણીય હોય છે, ત - આ રીતે, ફળ આ લોકે, પરંતi - પરલોક બંનેની, બારીક - સમ્યક આરાધના કરે છે. ભાવાર્થ :- જે સાધુ ઉપરોક્ત દોષોથી સદા દૂર રહે છે, તે મુનિઓમાં સુવતી છે. તે આ લોકમાં અમતની જેમ પૂજ્ય છે, તે આ લોક તથા પરલોક બંને લોકની આરાધના કરે છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
આ અધ્યયનમાં કહેલા દોષોનું સેવન ન કરનાર, તે દોષોથી દૂર રહી સદા નિરતિચાર શુદ્ધ સંયમનું પાલન કરનાર સાધક પાપશ્રમણ નથી, પરંતુ તે સુસાધુ કે શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. તેનો ઘર છોડવાનો ઉદેશ્ય સફળ થાય છે. તેનું જીવન અમૃત સમાન અને સર્વજનો માટે પૂજનીય, આદરણીય થાય છે.
ઉપસંહાર :- દીક્ષા લીધા પછી સાધકની જવાબદારી ઘણી વધી જાય છે. ચાલવામાં, ખાવાપીવામાં, ઉપયોગી સાધનો રાખવામાં, વિદ્યા મેળવવામાં, ગુરુજનોનો વિનય કેળવવામાં, પોતાનું કર્તવ્ય સમજવામાં, પૂરેપૂરી સાવધાની રાખવાની હોય છે. વિવેક સાથે ક્ષણે ક્ષણે જાગૃત રહી; ક્રોધ, માન, માયા, લોભ, વિષય, મોહ, ઈર્ષ્યા વગેરે અવગુણો કે આત્મશત્રુઓ ઉપર વિજય મેળવી, સાધકે આગળ વધવાનું હોય છે. આ રીતે સાધના કરનાર સુશ્રમણ કે ધર્મશ્રમણ કહેવાય છે પરંતુ જો પ્રાપ્ત થયેલા સાધનોનો દુરુપયોગ કરે કે પ્રમાદી બને અથવા સૂત્રોક્ત અવગુણોથી યુક્ત થાય, તો તે પાપશ્રમણ કહેવાય છે માટે આ અધ્યયનનું શ્રવણ ચિંતન, મનન કરી સાધક સતત જાગૃત રહી પોતાની સાધનાને પ્રગતિશીલ બનાવે.
દરેક આત્મ કલ્યાણના ઈચ્છુક સાધક આ અધ્યયનનું સદા ચિંતન મનન કરતાં આત્મનિરીક્ષણ કરે અને સુત્રોક્ત કોઈ પણ અવગુણો કે અનાચારોના કારણે હું પાપશ્રમણ તો થતો નથી ને? એમ વિચારીને સાવધાનપણે સંયમની શુદ્ધ આરાધના કરે.
I અધ્યયન-૧૦ સંપૂર્ણ ]