________________
[ ૩૩૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાધા જ કરે છે, આ વિષયમાં ગુરુ કે વડિલ શિખામણ કે પ્રેરણા આપે, તો તેને જ ઉપદેશ આપે છે અથવા તેની અવગણના કરે છે, તે પાપશ્રમણ છે.
વિવેચન :
વિતાઓ (વિજૂથ:) :- વિગય – આ જૈન પારિભાષિક શબ્દ છે. શાસ્ત્રમાં વિગયના નવ પ્રકાર કહ્યા છે – (૧) દૂધ (૨) દહીં (૩) ઘી (૪) નવનીત, માખણ (૫) તેલ (૬) મીઠાઈ (ખાંડ, ગોળ કે તેનાથી બનેલા પદાર્થો) (૭) મધ (૮) મધ, દારૂ (૯) માંસ. –સ્થાનાંગસૂત્ર ૯
આ નવ વિષયમાંથી મધ અને માંસ બંને સર્વથા ત્યાજ્ય છે. નવનીત અને મધ કોઈ રોગાદિને કારણે ઉપયોગ કરી શકાય છે; અન્ય વિગયરૂપ પદાર્થોનું જ વારંવાર સેવન કરે અને કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા ન કરે, તેને અહીં પાપશ્રમણ કહ્યા છે કારણ કે આમ કરવાથી બ્રહ્મચર્યમાં સમાધિ પણ રહી શકતી નથી. વો ડિવો – પ્રેરણા કરનાર ગુરુ આદિને સામો ઉપદેશ આપે છે, જેમ- કોઈ ગીતાર્થ સાધુએ આખો દિવસ ખાનાર એ સાધુને કહ્યું – ભાઈ! તું દિવસભર આહાર જ કરતો રહીશ? મનુષ્ય જન્મ, ધર્મશ્રવણ વગેરે ઉત્તમ સંયોગ પ્રાપ્ત કર્યા છે, તો તપશ્ચર્યામાં પુરુષાર્થ કરવો જોઈએ. આમ પ્રેરિત કરનાર ગુરુને તે સામે ઉપદેશ આપે છે કે – તમે બીજાને ઉપદેશ દેવામાં જ કુશળ છો. તમે પોતે જ તપ કેમ કરતા નથી ?
અસ્થિર ચિત્તથી પાપભ્રમણતા :का आयरिय परिच्चाई, परपासंड सेवए ।
गाणंगणिए दुब्भूए, पावसमणे त्ति वुच्चइ ॥१७॥ શબ્દાર્થ :- આયર રિક્વાર્ફ - આચાર્ય કે ગુરુને છોડી દેનાર, પરાસંદ સેવા - બીજા મતમાં જનારો, ગાાં જળ-વારંવાર ગણ, ગુરુ બદલનાર, પૂર-ખરાબ સ્વભાવવાળો, નિંદનીય આચરણ કરનાર.
ભાવાર્થ :- જે પોતાના આચાર્યનો ત્યાગ કરીને અન્ય મતને સ્વીકારે છે, જે વારંવાર ગણ અને ગુરુ બદલતો રહે છે, અને નિંદનીય ચારિત્રવાળો હોય છે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :
રિય પરિક્વાર્ફ - આચાર્ય પરિત્યાગી – આચાર્યને છોડી દેનાર, તપસંયમમાં અસમર્થતાનો અનુભવ કરનાર સાધુ કોઈ પણ કારણવશ આચાર્યને છોડી દે અને સુખ સુવિધા માટે અન્ય પાખંડ મતનો આશ્રય લે છે.