________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
હર૫
आयरिय-उवज्झायाणं, सम्मं णो पडितप्पइ ।
अप्पडिपूयए थद्धे, पावसमणे त्ति वुच्चइ ॥५॥ શબ્દાર્થ :- આવિ ૩વર્ષીયf -જે આચાર્ય – ઉપાધ્યાયની, સબ્સ - સમ્યક પ્રકારે, જો પડતષદ્ - સેવા કરતા નથી અને, અ પૂયણ - ગુણીજનોના ગુણગાન કરતા નથી, ઉપકાર માનતા નથી, થ - અભિમાન કરે છે.
ભાવાર્થ :- અહંકારી થઈને જે આચાર્ય અને ઉપાધ્યાયને સેવા આદિ કાર્યોથી સંતોષ આપતા નથી, તેનો ઉપકાર માનતા નથી પરંતુ તેના ઉપકારને ભૂલી તેના પ્રત્યે અક્કડ થઈ અભિમાની બની રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :જ પડતપ – પરિતૃપ્ત ન કરવા, સંતુષ્ટ ન કરવા, તેની સારી રીતે સેવા ન કરવી.
કિપૂર (અપ્રતિપૂજક) :- ગુરુ, આચાર્યાદિ પ્રત્યે પૂજ્યભાવ ન રાખે, ઉપકાર ન માને, પ્રશંસા કે ગુણગાન ન કરે, તેનું સમ્માન, બહુમાન ન કરે. ઈર્યાસમિતિમાં પાપભ્રમણતા :
सम्मइमाणे पाणाणि, बीयाणि हरियाणि य ।
असंजए संजय मण्णमाणे, पावसमणे त्ति वुच्चइ ॥६॥ શબ્દાર્થ :- પાણિ - બેઈન્દ્રિયાદિ પ્રાણીને, વીયાણ - બીજને, દરિયાણિ - લીલી વનસ્પતિઓને, સમાને - મશળીને, કચડીને ચાલનાર તથા, અલગ - અસંયતિ થઈને, પણ પોતાને, સંજય = સંયત (સંયમી), મળમા = માનનારો. ભાવાર્થ :- જે સાધક દ્વીન્દ્રિયાદિ જીવ, બીજ અને વનસ્પતિનો નાશ કરે છે કે કચડીને ચાલે, તે પ્રવૃત્તિથી પોતે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપશ્રમણ છે.
संथारं फलगं पीढं, णिसेज्जं पायकंबलं ।
अप्पमज्जिय-मारुहइ, पावसमणे त्ति वुच्चइ ॥७॥ શબ્દાર્થ :- સંથાર = સંસ્તારક – તૃણાદિની શય્યા, હનન = પાટ, ઢ = બાજોઠ, જિતેન્દ્ર - અભ્યાસ (સ્વાધ્યાય) કરવાનું સ્થાન, પવવત્ત = પગ લૂછવાનું વસ્ત્ર, અખાય = જોયા વિના, પૂંજ્યા વિના, આરહ - બેસે છે.
ભાવાર્થ :- જે પથારી, પાટ, બાજોઠ, આસન, સ્વાધ્યાયસ્થાન, પગ લૂછવાનું ઊનનું વસ્ત્ર, આ સવે