________________
[ ૩૨૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
|३ जे केइ उ पव्वइए, णिहासीले पगामसो।।
भोच्चा पेच्चा सुहं सुवइ, पावसमणे त्ति वुच्चइ ॥३॥ શબ્દાર્થ :- ૧ - જે, વરુ - કોઈ, પબ્દપ - દીક્ષા લઈને, પVITનો- બહુ જ, for૬/સી - ઊંઘણશી-નિદ્રાશીલ થઈ જાય છે, મોન્તા ક્યા - ખાઈ પીને, સુદં - સુખપૂર્વક, સુવર્ - સૂઈ (ઊંઘી) જાય છે, પાવન નિ - તે પાપભ્રમણ, યુવર - કહેવાય છે. ભાવાર્થ :- જે કોઈ સાધુ દીક્ષા લઈને પછી અત્યંત નિદ્રાશીલ બની, ખાઈ–પીને સુખે સૂઈ રહે, તે પાપશ્રમણ કહેવાય છે.
વિવેચન :
આ ગાથાઓમાં (૧) સ્વછંદ વિહારી (સુખ સુવિધાવાન) (૨) ધૃષ્ટતાપૂર્વક કુતર્કયુક્ત દુર્વચન બોલનાર (૩) અતિનિદ્રાશીલ (૪) ખાઈ–પીને આરામશીલ વગેરે દૂષણોવાળાને પાપભ્રમણ કહ્યા છે. પછી બહાસુદં – પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી સંયમ, તપ, નિર્જરાનું લક્ષ્ય ગુમાવીને, ઈચ્છા પ્રમાણે કે સુખ થાય તેમ કરે અર્થાત્ તે સાધક સિંહવૃત્તિથી દીક્ષિત થઈને પછી શિયાળવૃત્તિથી જીવે છે.
હા :- મજબૂત. ઠંડી, ગરમી, વરસાદ વગેરે કોઈ પણ સમયે અનુકૂળ, સુરક્ષિત અને મનોજ્ઞ મકાન. વિપન વહfમ સુણM - તે સાધક વર્તમાનમાં સુખશીલ બનીને કહે છે – હું શાસ્ત્રાધ્યયન કરીને શું કરીશ? આપ જે કંઈ અધ્યયન કરો છો, તેના દ્વારા પણ કોઈ અતીન્દ્રિય વસ્તુને જોઈ શકતા નથી, પરંતુ વર્તમાન માત્રને જ જોઈ શકો છો, આટલું જ્ઞાન તો મારામાં પણ છે, તો પછી હું શાસ્ત્રાધ્યયન કરીને હું શું પ્રાપ્ત કરીશ? સુદ સુવ - દરેક ધર્મક્રિયામાં નિરપેક્ષ અને ઉદાસીન બની વારંવાર સૂઈ જાય છે. વિનયમાં પાપભ્રમણતા :
आयरिय उवज्झाएहिं, सुयं विणयं च गाहिए ।
ते चेव खिसइ बाले, पावसमणे त्ति वुच्चइ ॥४॥ શબ્દાર્થ :- આરડવાë = જેણે આચાર્ય–ઉપાધ્યાય પાસેથી, યુ = શાસ્ત્ર, = અને, વિર્ય = વિનય,દિપ = ગ્રહણ કર્યા છે, તે વેવ = તેની, = બાલીશ, અજ્ઞાની, હિરફ = નિંદા કરે છે.
ભાવાર્થ :- જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શાસ્ત્રીયજ્ઞાન અને વિનય આચારની શિક્ષાઓ ગ્રહણ કરી છે, તે આચાર્યાદિની જ નિંદા કરે છે, તે વિવેકભ્રષ્ટ (બાલ) પાપશ્રમણ કહેવાય છે.