________________
[ ૩૨૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ઉપકરણોનું પ્રમાર્જન કર્યા વિના જ તેના પર બેસે અર્થાત્ કોઈ પણ ઉપકરણને જોયા વિના કે પૂજ્યા વિના તેનો ઉપયોગ કરે, તે પાપશ્રમણ છે. ૮ दवदवस्स चरइ, पमत्ते य अभिक्खणं ।
उल्लंघणे य चंडे य, पावसमणे त्ति वुच्चइ ॥८॥
શબ્દાર્થ :- ૧૧વસ - ધમ ધમ કરતો ઝડપથી, વર - ચાલે છે, પમત્તે - ધર્મસાધનામાં પ્રસાદ કરે છે, વંદે - હિતશિક્ષા દેવા પર ક્રોધ કરે છે, ત્તવો = મર્યાદાઓનું ઉલ્લંઘન કરે.
ભાવાર્થ :- જે જલદી જલદી ચાલે છે, વારંવાર પ્રમાદપૂર્વક ગમન કરે છે, પોતાના સંયમધર્મને ન છાજે તેમ મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, તીવ્ર ક્રોધ કરે છે, તે પાપશ્રમણ છે.
વિવેચન :પણ નીય િરિયાળિ :- બેઈન્દ્રિય તઈન્દ્રિય તથા ચૌરેન્દ્રિય જીવ, પ્રાણી કહેવાય છે. ચોખા, ઘઉં, ચણા વગેરે જે ઊગવા યોગ્ય છે, તે બીજ કહેવાય છે. ઘાસ, ફૂલ, ફળ વગેરે હરિત કહેવાય છે. ઉપલક્ષણથી આ ગાથામાં બધા ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરનાર, તેની યતના ન કરનાર શ્રમણને અસાધુ કહ્યા છે. તે પોતાની અસાધુ પ્રવૃત્તિ હોવા છતાં પણ સ્વયંને સાધુ જ માને છે, તે ઉચિત નથી, તેથી તેને પાપશ્રમણ કહે છે. અ શ્વિયં :- પ્રમાર્જન કર્યા વિના અર્થાત્ ગોચ્છગ કે રજોહરણથી પાટ વગેરેની શુદ્ધિ કર્યા વિના. અહીં ઉપલક્ષણથી પ્રતિલેખન કર્યા (જોયા) વિના એવો અર્થ પણ સમજી લેવો જોઈએ. જ્યાં પ્રમાર્જન છે ત્યાં પ્રતિલેખન અવશ્ય હોય છે. કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરતાં પહેલાં તેનું પ્રતિલેખન અર્થાત્ જોવું જોઈએ અને જીવ જતું હોય કે આવશ્યક હોય તો તેનું પ્રમાર્જન કરવું જોઈએ.
- આઠમી ગાથાઓમાં પાપશ્રમણના ચાર દુર્ગુણ કહ્યા છે. (૧) શીધ્રાતિશીધ્ર ચાલનાર (૨) વારંવાર પ્રમાદ કરનાર (૩) મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર (૪) પ્રચંડ ક્રોધી.
આ ત્રણે ય ગાથાઓમાં ચાલવાની અને બેસવાની અવિધિ અને અવિવેકનું સૂચન કર્યું છે, ઉપલક્ષણથી આ બંને પ્રવૃતિઓમાં વિવેક રાખવાનું સૂચન કર્યું છે.
પ્રતિલેખનમાં પાપભ્રમણતા :
पडिलेहेइ पमत्ते, अवउज्झइ पायकंबलं ।
पडिलेहणा अणाउत्ते, पावसमणे त्ति वुच्चइ ॥९॥ શબ્દાર્થ :- ૫ - જે પ્રમાદ યુક્ત થઈને ઉપયોગ વિના, હિદે - પ્રતિલેખન કરે છે,