________________
૩૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- પરીવ - વિવેકવાન, બુદ્ધિમાન, સંયમમાં એકાગ્ર મન રાખનાર, પુન : મુશ્કેલીથી જીતી શકાય તેવા, સંડાળા - બ્રહ્મચર્યમાં હાનિ થવાની શક્યતા હોય એવાં, બાળ - સર્વ સ્થાનોને, વનેન - સદા માટે ત્યાગ કરે.
ભાવાર્થ :- એકાગ્રચિત્ત, વિવેકવાન મુનિ દુર્જય કામભોગોનો સદા ત્યાગ કરે અને બ્રહ્મચર્યમાં ક્ષતિ થાય, તેવાં પૂર્વોક્ત દશે સ્થાનો તથા બીજાં પણ અનેક શંકાનાં સ્થાનોનો ત્યાગ કરે. તેવાં સ્થાનોથી, આચારોથી સદા દૂર રહે. १५ धम्मारामे चरे भिक्खू, धिइमं धम्मसारही ।
धम्मारामे रए दंते, बंभचेर समाहिए ॥१५॥
શબ્દાર્થ :- fધફ - ધૈર્યવાન, ધર્મસીદ્દી - ધર્મરૂપી રથને ચલાવવામાં સારથિ સમાન, ધમાર ને -ધર્મરૂપી ઉદ્યાનમાં, રણ - લીન રહે, તે - ઈન્દ્રિયોનું દમન કરનાર, વંમર સહિ - બ્રહ્મચર્યમાં સમાધિવત.
ભાવાર્થ :- પરીષહ અને ઉપસર્ગોને સહન કરવામાં સક્ષમ અને ધર્મરથના સારથિ સમાન ભિક્ષુ શ્રતચારિત્ર ધર્મરૂપ ઉદ્યાનમાં વિચરણ કરે અને ધર્મરૂપ ઉદ્યાનમાં લીન થઈને, ઇન્દ્રિયોનું દમન કરી ને બ્રહ્મચર્ય સમાધિમાં જ લીન રહે.
વિવેચન :
સંદ સબપિ :- સર્વશંકા સ્થાનો. પૂર્વ ગાથાત્રયમાં ઉક્ત દસે ય શંકા સ્થાનોને છોડી દે. એ બ્રહ્મચર્યરત સાધુ સાધ્વી માટે ભગવાનની આજ્ઞારૂપ ચેતવણી છે. બ્રહ્મચર્યનાં પવિત્ર પરિણામોમાં વિકૃતિ પેદા કરનાર બીજા સંયોગોને પણ બ્રહ્મચર્યનાં શંકા સ્થાન સમજવાં જોઈએ.
પંદરમી ગાથાનો વૈકલ્પિક અર્થ આ પ્રમાણે છે – બ્રહ્મચર્યની સમાધિ માટે ભિક્ષુ ધૈર્યવાન, ધર્મસારથિ, ધર્મારામમાં રમણ એટલે સંયમધર્મની મર્યાદામાં લીન તેમજ ઈન્દ્રિયોનું દમન કરનાર બની ધર્મરૂપ ઉદ્યાનમાં જ વિચરણ કરે. ધર્મસારથિ :- અહીં ભિક્ષને ધર્મસારથિ કહ્યા છે કારણ કે તે સ્વયં ધર્મમાં સ્થિર થઈ બીજા (ગૃહસ્થો, શ્રાવકો આદિ)ને પણ ધર્મમાં પ્રવૃત્ત કરે છે, સ્થિર પણ કરે છે, તેને ધર્મમાં આગળ વધારે છે.
બ્રહ્મચર્યનો મહિમા :૨૬ દેવ-દાનવ-ધબ્બા, નg-રવા-વિઘણT I
बंभयारिं णमंसंति, दुक्करं जे करंति तं ॥१६॥