________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
૩૧૯
શબ્દાર્થ :- જે -જે, તુવર - દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું, જિ. પાલન કરે છે, દેવ - જ્યોતિષી વૈમાનિક દેવ, રાવ - અસુર આદિ ભવનપતિ દેવો, ધબ્બા - ગંધર્વ દેવો, જા રહા જિuળ યક્ષ, રાક્ષસ અને કિન્નરદેવ વગેરે, નવલિ નમસ્કાર કરે છે. ભાવાર્થ :- જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે, તેવા બ્રહ્મચારી પુરુષોને દેવો, દાનવો અને ગંધર્વ જાતિના દેવો; યક્ષો, રાક્ષસો કિન્નર જાતિના દેવો પણ નમસ્કાર કરે છે.
વિવેચન :
દેવાદિ શબ્દોનો વિશેષાર્થ :- (૧) દેવ – વિમાનવાસી વૈમાનિક દેવો અને જ્યોતિષ્ક દેવો (૨) દાનવ – ભવનપતિ, (૩) ગંધર્વ – દેવનાયક (૪) યક્ષ – વૃક્ષવાસી, (૫) રાક્ષસ – દૂર જાતિના વ્યંતર દેવ (૬) કિન્નર – વ્યંતર જાતિના દેવ. દુ :- કાયરોને બ્રહ્મચર્યનું પાલન અતિ મુશ્કેલ હોય છે, તેથી તેને દુષ્કર કહેવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય ધર્મશાશ્વત અને મોક્ષફળદાયી :
एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेणं, सिज्झिस्संति तहावरे ॥१७॥
-ત્તિ વે િ શબ્દાર્થ :- પ - આ, અને - બ્રહ્મચર્યરૂપ ધર્મ, પુર્વ - અચળ છે, મિત્તે - નિત્ય છે, સાસણ - શાશ્વત છે અર્થાત્ ત્રિકાળ સ્થાયી છે અને, નિવેલિ - જિનેશ્વર ભગવાન દ્વારા કહેવાયેલો છે, અને તેનું પાલન કરવાથી,સિદ્ધાં અનેક જીવો ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ગિરિવર્તમાનકાળ માં સિદ્ધ થઈ રહ્યા છે, તદઆ પ્રકારે, અરે - ભવિષ્યકાળમાં પણ, સિફિતિ - સિદ્ધ થશે.
१७
ભાવાર્થ :- આ બ્રહ્મચર્યરૂપ ધર્મ નિરંતર સ્થિર છે, નિત્ય છે, શાશ્વત છે અને જિનોપદિષ્ટ છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય, સિદ્ધસ્થાનને પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે. એમ તીર્થંકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
વે બિન્ને સાસણ :- (૧) ધ્રુવ, સ્થિર પરતીર્થિકો દ્વારા પણ અબાધિત, પ્રમાણથી પ્રતિષ્ઠિત, (૨) નિત્ય - ત્રિકાલમાં પણ અવિનશ્વર, સદા એક સરખા ગુણકારી રહેનારા, અપરિવર્તનશીલ, (૩) શાશ્વત ત્રિકાલ ફળદાયી અર્થાત નિરંતર અનાદિ અનંતકાળ સદા રહેનાર. આ બ્રહ્મચર્ય ધર્મ છે. ઉપસંહાર :- આદર્શ બ્રહ્મચર્ય દરેક માટે સહજ નથી. છતાં આકાશ કુસુમની માફક અશક્ય પણ નથી.