________________
| અધ્યયન-૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
૩૧૭ |
વિગયોનું કે પૌષ્ટિક આહારનું સેવન કરવું આવશ્યક હોય, તો સાધકને ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી જરૂરી છે અને જે સાધક વિગયોનું સેવન કરીને, કંઈ પણ તપશ્ચર્યા ન કરે, તો તેને સતરમાં અધ્યયનમાં પાપશ્રમણ કહ્યો છે.
આઠમી ગાથામાં બ્રહ્મચારીના ભોજનની વિધિ દર્શાવી છે. તેમાં પાંચ ભાવ વ્યક્ત કર્યા છે. (૧) ધર્મયુક્ત એષણીય અર્થાત્ એષણાના ૪૨ દોષથી રહિત નિર્દોષ ભિક્ષા ગૃહસ્થના ઘરેથી મેળવે તથા પોતાના નિમિત્તે બનાવેલો આહાર ગ્રહણ ન કરે. (૨) પરિમાણયુક્ત આહાર કરે, ભૂખથી ઓછું ખાય. આગમ ટીકામાં કહ્યું છે – પેટમાં છ ભાગોની કલ્પના કરી, તેમાંથી અર્ધા એટલે ત્રણ ભાગ ભોજન, બે ભાગ પાણી અને એક ભાગ વાયુસંચાર માટે ખાલી રાખે. (૩) જાને – ઉચિત સમયે ખાય, વારંવાર ખાય નહિ. (૪) ગર€ – જીવન યાત્રા કે સંયમયાત્રા માટે આહાર કરે. સ્વાદ કે શરીર પુષ્ટિ માટે નહીં. (૫) પાપાવ - ભોજન સંબંધી પૂર્ણ વિવેક રાખે, તેનાથી સ્વાથ્ય બરાબર જળવાઈ રહે અર્થાત્ ભોજન કરતી વખતે ચિત્ત સ્વસ્થ રાખે, વાતો કરે નહીં, વિરોધી પદાર્થો એકી સાથે ખાય નહીં, કયા પદાર્થ કઈમાત્રામાં ખાવા, તેનો વિવેક રાખે. સંક્ષેપમાં પથ્ય, અપથ્ય, સુપાચ્ય, દુષ્પાચ્ય ભોજનો વિવેકપૂર્વક આહાર કરે.
વિપૂi :- વસ્ત્ર, આભૂષણ વગેરેથી શરીરને શણગારવું. સરર રિમi – નખ, કેશ વગેરેને સંસ્કારિત કરવા; નખ રંગવા, હોઠ ઉપર લાલી કરવી, કેશ પ્રસાધન દ્વારા શરીરને સજાવવું. #ામપુણે - ઈચ્છાકામ અને મદનકામ, બંને પ્રકારનાં કામની વૃદ્ધિ કરાવનાર પાંચે ય ઈન્દ્રિયના વિષયો છે.
ગાથા ૧૧, ૧૨, અને ૧૩માં ૧૦ બ્રહ્મચર્ય સમાધિસ્થાનથી વિપરીત આચરણોને સંક્ષેપમાં કહી, તેને તાલપુટ વિષ સમાન કહ્યા છે. સંથવા (સંસ્તવ) – સ્ત્રીઓનો અતિ પરિચય. સાધુ સ્ત્રીઓ સાથે વધારે વાતચીત ન કરે કે તેનો પરિચય પણ ન વધારે. વિહં તાનસ૬ - તાલપુટ વિષ શીધ્ર મારક હોય છે. મોઢામાં રાખવા માત્રથી કે તાળવાને
સ્પર્શવા માત્રથી જ મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. આમ બ્રહ્મચર્યસમાધિમાં બાધક પૂર્વોક્ત દશ વાતો બ્રહ્મચારી સાધકના સંયમ માટે શીઘ્ર વિઘાતક છે. બ્રહ્મચર્ય સમાધિ માટે કર્તવ્ય પ્રેરણા :|१४
दुज्जए कामभोगे य, णिच्चसो परिवज्जए । संकाठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥१४॥