________________
[ ૩૧૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- (૧) સ્ત્રીઓ હોય તેવા સ્થાનનું સેવન (૨) મન લોભાવે તેવી મનોરમ્ય સ્ત્રીકથા (૩) સ્ત્રીઓનો પરિચય (સંસર્ગ) (૪) સ્ત્રીઓનાં અંગોપાંગનું રાગભાવથી દર્શન(૫) સ્ત્રીઓનાં અવ્યક્ત શબ્દો, રુદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દ શ્રવણ (૬) ભોગવેલા ભોગોનું સ્મરણ (૭) પૌષ્ટિક ભોજન (૮) મર્યાદાથી વધુ ભોજન (૯) સૌંદર્ય વધારવા માટે કરેલી શરીરની શોભા (૧૦) દુર્જય કામભોગ અર્થાત્ પાંચ ઈન્દ્રિયના વિષયોનું સેવન; આ દસ કૃત્યો, આચરણો આત્મશોધક જિજ્ઞાસુને માટે તાલપુટ (કાલકૂટ વિષ) ઝેર જેવાં છે.
વિવેચન :
વિવિક્ત, અનાકર્ણ અને રહિત :- (૧) વિવિક્તનો અર્થ છે – સ્ત્રી વગેરેના નિવાસથી રહિત એકાંત (૨) અનારકીર્ણ – પ્રયોજનવશ સ્ત્રી વગેરેનાં અતિ આવાગમનથી રહિત, જનાકુલતા રહિત (૩) સર્વ અપેક્ષાએ સ્ત્રીઓથી રહિત, સ્ત્રી સંપર્કથી રહિત. વ્યાખ્યાન વગેરે મર્યાદિત સમયમાં ધર્મભાવથી સ્ત્રી આદિનું આવવું, તેનો એકાંતે નિષેધ નથી.
તાત્પર્ય એ છે કે બ્રહ્મચરી સાધકનું સ્થાન (૧) એકાંત, શાંત હોવું જોઈએ અર્થાત્ આસપાસમાં સ્ત્રીઓના નિવાસ કે અતિ આવાગમન ન હોવું જોઈએ. (૨) અત્યધિક આવાગમન કે લોકોથી ભરેલું ન હોવું જોઈએ. (૩) સ્ત્રી વગેરેના સંપર્કથી પણ રહિત હોવું જોઈએ. અા પૂર્વી – અંગનો અર્થ હાથ, પગ, મુખ, કાન, આખ, મસ્તક વગેરે અને પ્રત્યંગનો અર્થ છે નાભિ, કમર, સ્તન વગેરે અવયવ.
/gજિજ્ઞ શિવના:-ચક્ષુ ઈન્દ્રિયગ્રાહ્ય સ્ત્રીઓનાં અંગાદિ ન જુએ કે તેનો જોવાનો પ્રયત્ન માત્ર ન કરે, આંખ હોવાથી રૂપનું ગ્રહણ અવશ્યભાવી છે, તો પણ અહીં પ્રયત્નપૂર્વક કે આસક્તિપૂર્વક જોવાનો ત્યાગ કરવો જોઈએ. સદભુતાસિયા - આ શબ્દના કારણે છઠ્ઠી ગાથાના ત્રણ અર્થ થાય છે – (૧) સ્ત્રી સાથે પૂર્વ ભક્ત અર્થાત્ પૂર્વ ભોગવેલા રતિ અને ધર્મના પ્રસંગો તથા પૂર્વેસેવિત હાસ્ય, ક્રિીડા વગેરે પ્રસંગોનું બ્રહ્મચારી સાધક કયારે સ્મરણ કરે નહીં. (૨) બ્રહ્મચરી સાધક ગૃહસ્થ જીવનમાં સ્ત્રીઓની સાથે અનુભવેલા હાસ્ય, ક્રિીડા, રતિ, દર્પ, સહસા ત્રાસ ઉત્પન્ન કરનારા કે હેરાન કરેલા પ્રસંગોને કયારે ય યાદ કરે નહિ. (૩) અનુરાગ સહિતની ત્રાસજનક ક્રિયાઓના ચિંતનથી પણ અબ્રહ્મચર્યના વિચારો અને કુસંકલ્પો જન્મ
વુિં બત્તપf - ભારે ખાદ્યપદાર્થ, પૌષ્ટિક ખાદ્યપદાર્થ કે વિગયવાળા (ઘી, દૂધ કે માખણ વગેરે) ખાદ્યપદાર્થ. બ્રહ્મચર્યની સફળ સાધના માટે અર્થાત્ અંતર્બાહ્ય પૂર્ણ વિશુદ્ધિ માટે સાધકને પૌષ્ટિક આહાર ન કરવો, તે જ ઉપયુક્ત છે. સાધકે પ્રાયઃ વિગયથી રહિત આહાર કરવાનો હોય છે, તેથી જ છેદ સૂત્રમાં ગુરુ આજ્ઞા વિના વિગય કે મહાવિગયના સેવનનું પ્રાયશ્ચિત કહ્યું છે. શરીરની સુરક્ષા કે આવશ્યકતા માટે