________________
Th( 5.
માર્ગમાંથી ગાડી પાછી વાળી આત્મા "નમિરાજ" ની જેમ એકત્વ ભાવનાને દઢ કરે અને "દુમ" વૃક્ષના પાકી ગયેલાં પીળાં પડી ગયેલાં પત્રની સમાન જીવનની ક્ષણિકતા જાણી સમયે માત્ર પ્રમાદથી દૂર રહેવા બહુશ્રુત"નું અવલંબન લઈને તપ દ્વારા "હરિ કેશી" ની સમાન જાતિ, ભાતિના ભેદ ભૂલી આત્મજ્યોતિ કરતો "ચિત્ત" ને શુદ્ધ"સંભુત" બનાવી સ્વયં, સ્વયંને સંબોધિત કરી "ઈક્ષકાર" રાજાની જેમ અમૂર્ત ભાવને શોધતો "ભિક્ષુ" ભાવની ગવેષણામાં ગુપ્ત "બ્રહ્મચર્ય" દ્વારા સમાધિ ભાવને વરી, સ્વભાવને "પાપ" ક્રિયામાંથી બચાવી "શ્રમણ" ભાવને શુદ્ધ કરી "સંયતિરાજા" ની જેમ ધર્મચક્રવર્તી બને અને "મૃગાપુત્ર" ની જેમ આંતરચક્ષુ ખોલે.
અશાશ્વત્ કલેશનું ભાજન શરીરરૂપ ભાંડને છોડી શાશ્વત આત્માનો "સનાથ" બની સંસાર "સમુદ્ર"ને તરવા સમભાવનો સેતુ બાંધી પોતાના નિયમ નેમને તૈયાર કરી સંયમ "રથની નેમી"= (નાભિ) મજબૂત બનાવી અનેક સમસ્યાના સમાધાન "કેશી–ગૌતમ" ની જેમ કરતો "સમિતિ" મય સમભાવમાં રમતો, ઈન્દ્રિયના વિષયોને હોમ સ્વરૂપે "તપયજ્ઞમાં" હોમતો સાચો બ્રાહ્મણ બનતો સદાચરણની "સમાચારી" માં સ્થિત થતો, કુટેવ કુસંસ્કાર ગળિયા બળદ જેવા "શુદ્રવૃતિ"વાળા શિષ્યોને ત્યાગી "મોક્ષમાર્ગે" આગળ વધી, જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં "સમ્યક પરાક્રમ" કરી વિવિધ "તપમાર્ગ" નો અભિગ્રહ કરતો, "ચરણ વિધિ" ની પળે–પળે સંભાળ લેતો પાંચ "પ્રમાદ" દૂર કરી અપ્રમત અવસ્થામાં ઓતપ્રોત થતો, "કર્મપ્રકૃતિ"ઓને નાશ કરવા પ્રશસ્ત "લેશ્યા"માં લીન થતો, સાચો નિગ્રંથ "અણગાર" બની ક્ષપક શ્રેણીમાંડી સંપૂર્ણ "જીવાજીવના" વિભાગ કરી આત્માના વાસ્તવિક સુખના માર્ગે જીવન ગાડીને ચલાવી કર્મક્ષયકરી અજીવથી અળગો બની આત્મા શદ્ધ બદ્ધ થાય છે. અર્થાત સિદ્ધગતિમાં બિરાજિત થાય છે.
આ છે આત્માને ઉત્તર પ્રધાન બનાવવાનો અભ્યાસ(અધ્યયન) આત્મા વિનયરૂપી મૂળ દ્વારા કરુણાદિ ભાવનાનાં પુષ્પો પુષ્પિત કરી મોક્ષરૂપ ફળમાં આત્માનુભૂતિરૂપ અનંત સુખ સ્વાદના અમર રસને પ્રાપ્ત કરી શકે છે.
આવા આત્માનું શબ્દાર્થ અનુવાદ સહિત શાસન આપતાં પ્રસ્તુત સૂત્ર દ્વારા સર્વજીવો સુખનો અનુભવ કરી શકે તે માટે સાદી, સરલ ગુજરાતી માતૃભાષામાં તેને વાચક સમક્ષ ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો છે.