________________
નાટકની છાપ ઊઠે છે.
બીજું, મૂળ એ વૃક્ષનો પણ આધાર છે.
હંમેશાં ફળનું મુખ મૂળ ઉપર જ હોય છે. તેવી જ રીતે આત્માનું મુખ વીતરાગ સન્મુખ થાય ત્યારે જ મોક્ષ થાય છે. તેવું શાસન કરતું આ મૂળ સૂત્ર "ઉત્તરાધ્યયન" છે. માટે પ્રસ્તુત સૂત્રનું મૂળ છે વિનય અને ફળ છે મોક્ષ. તેનો રસ છે સૈકાલિક આત્માનુભૂતિ. પ્રસ્તુત સૂત્રનાં ૩૬ અધ્યયનની ક્રમ લયબદ્ધતા આ રીતે વિચારાય છે.
પંચ પરમેષ્ઠિનું આલંબન લઈ અજ્ઞાન અવસ્થામાં પણ વિનય ધર્મ સચવાયો હોય તેના કારણે અકામ નિર્જરાથી મનુષ્ય ભવ પ્રાપ્ત થઈ જાય છે આ પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં ત્રિતત્ત્વનો વિનય કરતાં વિવેક પ્રજ્ઞા વિકસિત થતાં ભેદ વિજ્ઞાનને પ્રાપ્ત કરવા તથા શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમાદિક ભાવ કરવા, ગુરુ શરણ–ચરણમાં રહી શિષ્ટાચારનું મૂળ મજબૂત કરવા જે અભ્યાસ, અધ્યાસ, કેળવવો તેનું નામ છે વિનય.
વિ=વિશેષ પ્રકારે 'નયં'=લઈ જવું. આત્માને વિશેષ પ્રકારે માનકષાયનો નાશ કરી નમ્રતા તરફ લઈ જવો. સંપૂર્ણ સમર્પિત થઈ જવું તે છે." વિનયકૃત" પ્રથમ અધ્યયન. નમ્ર બનેલા આત્માને ઈચ્છાપૂર્વક ચારે ય બાજુઓથી ૨૨ પ્રકારે સહનશીલતા કેળવવી પડે છે. માટે "પરીષહ જય" નામના બીજા અધ્યયનમાં આપેલી શિક્ષા આત્મા ત્યારે જ ગ્રહણ કરી શકે છે કે "ચાર અંગ" ની દુર્લભતાની સુલભતા સમજાય. પ્રાપ્ત થયેલ ચારે ય અંગને સફળ બનાવવા જીવનની "ક્ષણ ભંગુરતા" નો ક્ષણે ક્ષણે અનુભવ કરે અને તે દ્વારા વિવેક પ્રજ્ઞા ખોલતાં આત્માના અસંખ્યાત પ્રદેશને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે. અપ્રમત દશાએ શાંતિ સમાધિ જીવોને આપતાં અજ્ઞાનતાના કારણે થયેલાં "અકામ મરણ" ને અટકાવી સકામ મૃત્યુને પ્રાપ્ત કરે છે. પ્રેમથી આ દેહનો ત્યાગ કરે છે. મૃત્યુના ભયરૂપી કાંટા કાંકરા દૂર કરીને સમાધિ મરણનો રાજમાર્ગ જીવનમાં બનાવે છે. આવા આત્મા વિદ્યાના મૂળમંત્રને સત્યની શોધ માટે જપે છે. સત્યની શોધ છે તે જ આપણું શાસન છે અને સર્વ સાથે મૈત્રી તે આપણું અનુશાસન છે. આવા બે શુદ્ધાચરણો વાપરી માર્ગના ભયસ્થાનોને લક્ષ્યમાં રાખી ક્ષુલ્લક નિગ્રંથ બની માનવભવરૂપી ગાડીને બ્રેક(સંયમ) લગાવી અકસ્માત ન સર્જાય તેનું ધ્યાન રાખી ઈન્દ્રિયોના વિષયોનો માલ ખાતાં માર ન પડે તેવા "એલક" બોકડાનું દષ્ટાંત જાણી કષાયના ભયજનક માર્ગે ગાડી ન ચલાવે. અધ્રુવ, અશાશ્વત ભાવો જાણી "કપિલ કેવળી" ની જેમ દુર્ગતિ રૂપ વિષમ