________________
'અધ્યયન-૧૬:બ્રહ્મચર્ય સમાધિસ્થાન
:
૩૦૯ |
પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર-આચાર્યે કહ્યું –જે રતિક્રીડાનું સ્મરણ કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષયમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલિક રોગાતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા કામભોગનું કે પૂર્વે કરેલી રતિક્રીડાનું સ્મરણ કરવું જોઈએ નહીં. (૭) પ્રણીત આહાર વર્જન :|९| णो पणीयं आहारं आहारित्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?
आयरियाह-णिग्गंथस्स खलु पणीयं आहारं आहारेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु णो णिग्गंथे पणीय आहारं आहारेज्जा । શબ્દાર્થ - પfકં = ભારે, સ્વાદિષ્ટ, કામોત્તેજક, પૌષ્ટિક આહારં ભોજન, જે આહારિત્તા હેવડું = ખાતો નથી. ભાવાર્થ :- જે પ્રણીત અર્થાત્ રસયુક્ત પૌષ્ટિક આહાર કરતા નથી, તે નિગ્રંથ છે. પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર-આચાર્યે કહ્યું–જે રસયુક્ત ભોજનપાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય, બ્રહ્મચર્ય નષ્ટ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલિક રોગાતક થાય, તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિગ્રંથે પ્રણીત – રસયુક્ત પૌષ્ટિક આહાર કરવો જોઈએ નહીં. વિવેચન :વળચંડ-જે ખાદ્યપદાર્થમાંથી તેલ, ઘી, વગેરેનાં ટીપાં ટપકી રહ્યાં હોય, ધાતુવૃદ્ધિકારક હોય, વિકારવર્ધક હોય, પૌષ્ટિક હોય,વિગય કે મહાવિગયયુક્ત પદાર્થ હોય, તે પ્રણીત આહાર છે. (૮) અતિ ભોજન સંયમ :१० णो अइमायाए पाणभोयणं आहारेत्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?