________________
३०८
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
સાંભળવાં જોઈએ નહીં.
વિવેચન :
કુંડય અને ભિત્તિ વચ્ચે અંતર :– શબ્દકોષ અનુસાર આ બંનેનો એક જ અર્થ છે, પરંતું કુડયનો અર્થ વાંસની દિવાલ થાય છે. બૃહવૃત્તિ અનુસાર માટીની ભીંત, સુખબોધા અનુસાર પથ્થરોની દીવાલ અને ચૂર્ણિ અનુસાર ઈંટોની ભીંત છે. શાંત્યાચાર્ય અને આચાર્ય નેમિચંદ્રે ભિત્તિનો અર્થ પાકી ઈંટોથી બનેલી ભીંત કર્યો છે.
કુંડય અને ભીંતના ૯ પ્રકાર છે – (૧) લીંપેલી ભીંત (૨) લીંપ્યા વગરની ભીંત (૩) વસ્ત્રની ભીંત–પડદો (૪) લાકડીથી બનેલી ભીંત (૫) આજુબાજુમાં લાકડીનાં પાટિયાંથી બનેલી ભીંત (૬) ઘસીને ચીકણી બનાવેલી ભીંત (૭) ચિત્રયુક્ત દીવાલ (૮) ચટાઈની કે વાંસની બનેલી દીવાલ તથા (૯) ફૂસ (ઘાસ)ની બનેલી ભીંત. સાર એ છે કે પાકી બનેલી, તે ભીંત છે અને તેના સિવાય બધી કુંડય છે. વ્હેયસĒ:– (૧) ઝુનિત શબ્દ વિવિધ વિજ્ઞન ભાષયા અવ્યવત્ત શબ્દ = વિવિધ પક્ષીઓની ભાષા જેવા અવ્યક્ત અવાજ, (૨) બીજા ઉધરસ વગેરેના અવ્યક્ત અવાજ (૩) રતિક્રીડાનાં અવ્યક્ત અવાજ, (૪) કોયલ જેવા અવાજ.
ફ્યસઃ- રતિ કલહાદિકૃત રુદન શબ્દ. હૃત્તિયક્ષદ્ :– ખડખડાટ હસવાનો અવાજ. થયિસ :અધોવાયુ નિસર્ગ શબ્દ અથવા આવેશમાં ગર્જના કરતા શબ્દ. વિયસ, :- ક્રંદન– વ્યાકુળતાપૂર્વક બોલાયેલા શબ્દો. વિલવિયસĒ :- પતિ આદિ પ્રિયજનના વિરહમાં કરાયેલું વિયોગિનીનું આક્રંદ.
(૬) ભુક્તભોગ સ્મૃતિ સંયમ :
८णो इत्थीणं पुव्वरयं, पुव्वकीलियं अणुसरित्ता हवइ, से णिग्गंथे।
तं कहमिति चे ?
आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं पुव्वरयं पुव्वकीलियं अणुसरमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं पुव्वरयं, पुव्वकीलियं अणुसरेज्जा ।
શબ્દાર્થ :- ફીગં - સ્ત્રીઓની સાથે, પુળ્વયં - ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા કામભોગોને, પુજ્રીલિય = પૂર્વ અવસ્થામાં કરેલી ક્રીડા, પો અનુસરિત્તા હવદ્ - જે સ્મરણ કરતો નથી.
ભાવાર્થ :- જે સાધુ ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા કામભોગનું કે પૂર્વ કરેલી રતિક્રીડાઓનું સ્મરણ કરતા નથી, તે નિગ્રંથ છે.