________________
અધ્યયન–૧૬ : બ્રહ્મચર્ય સમાધિસ્થાન
1
(૨) સ્ત્રીઓની જાતિ, રૂપ, કુલ, વેષભૂષા, શૃંગાર વગેરે વિષે કથા ન કરવી, જેમ કે જાતિ – આ બ્રાહ્મણી છે, તે વેશ્યા છે; કુલ – ઉચ્ચ કુળની સ્ત્રીઓ આવી હોય છે, અમુક કુળની તેવી હોય છે વગેરે, રૂપ – કર્ણાટકી વિલાસપ્રિય હોય છે વગેરે, સંસ્થાન – સ્ત્રીઓની આકૃતિ, ઊંચાઈ વગેરેની ચર્ચા. નેપથ્ય – સ્ત્રીઓના વિભિન્ન વેષ, પોશાક વગેરેની ચર્ચા; આમ હાસ્યરસ કે શૃંગાર રસપ્રધાન મોહોત્પાદક કે કામોત્તેજક કથાઓ કરવાથી કે સાંભળવાથી બ્રહ્મચર્યનો આંશિક કે પૂર્ણરૂપે ભંગ થવાની સંભાવના રહે છે. જેમ લીંબુ કે ખટાશનું વર્ણન સાંભળતા કે ચિંતન કરતાં મોઢામાં પાણી આવે છે, તેવી જ રીતે સ્ત્રીઓનાં રૂપ વગેરેની પ્રશંસા કરવાથી કે સાંભળવાથી વિષયવિકારની વૃદ્ધિ થાય છે, જ્ઞાનઘ્યાનથી મન ચલિત થઈ જાય છે. માનસિક શાંતિનો ભંગ થાય છે.
(૩) સ્ત્રી સાથે એકાસન વર્જન :
५ णो इत्थीहिं सद्धिं सण्णिसेज्जागए विहरित्ता हवइ से णिग्गंथे ।
૩૦૫
तं कहमिति चे ? आयरियाह - णिग्गंथस्स खलु इत्थीहिं सद्धिं सण्णिसेज्जा गयस्स, बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीहिं सद्धि सणिसेज्जागए विहरेज्जा ।
શબ્દાર્થ :- ફીર્દિ સર્જિ સ્ત્રીઓની સાથે, સળિસેષ્નાર્ = એક આસન પર, ખો વિરિત્તા હવદ્ - ન બેસતા હોય, છે ાિંથે - તે નિગ્રંથ છે.
ભાવાર્થ :- જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસતા નથી, તે નિગ્રંથ છે.
પ્રશ્ન—તેનું શું કારણ છે ?
ઉત્તર-આચાર્યે કહ્યું —જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસે છે, તે બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય, ઉન્માદ થાય અથવા દીર્ઘકાલીન રોગાંતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે સ્ત્રીઓ સાથે એક આસને બેસવું ન જાઈએ.
=
વિવેચન :
રૂથીહિં સદ્ધિ સળિલેન્ગવદ્ :– બૃહવૃત્તિકા૨ે બે પ્રકારે વ્યાખ્યા કરી છે–(૧) સ્ત્રીઓની સાથે એક જ આસન ઉપર બેસે નહીં. (૨) જે આસન પર સ્ત્રી પૂર્વે બેઠેલી હોય તે આસન પર અંતર્મુહૂર્ત પહેલા બેસવું નહીં. તે જ રીતે બ્રહ્મચારિણી સાધ્વીએ પણ જાગૃતિ રાખવી જોઈએ. અહીં અંતર્મુહૂર્ત શબ્દથી એક ઘડી (૨૪ મિનિટ) કે બે ઘડીનો સમય માનવામાં આવે છે.