________________
૩૦૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અને કુશીલના નુકશાન વિષે તેની શ્રદ્ધા ડગી જાય. (૨) કાંક્ષા :- બ્રહ્મચર્યમાં શંકા થાય, ત્યાર પછી નિમિત્ત મળતાં સહવાસ ભોગેચ્છા પણ ઉત્પન્ન થઈ શકે છે. (૩) વિચિકિત્સા - જ્યારે ભોગાકાંક્ષા તીવ્ર બની જાય, ત્યારે વિચાર આવે કે હું બ્રહ્મચર્ય પાલન માટે પુરુષાર્થ કરું છું, તેનું ફળ મળશે કે નહીં? આમ ફળ પ્રત્યે સંદેહ થઈ શકે છે. (૪) ભેદ:- જ્યારે વિચિકિત્સા તીવ્ર બની જાય, ત્યારે શીધ્ર બ્રહ્મચર્ય ખંડન કરી ચારિત્રનો નાશ થઈ શકે છે. (૫) ઉન્માદ:- મન અબ્રહ્મચર્ય તરફ ઢળી જવાથી મન અને ઈન્દ્રિયો ઉપર દબાણ થતાં કામોન્માદને કારણે અનિદ્રા કે બેચેની થાય છે. (૬) રોગાતંક – રોગમાં અપસ્માર – સીટ આવવી, પક્ષઘાત વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આતંકમાં મસ્તક પીડા, પેટમાં શૂળ વગેરે બિમારીઓનો સમાવેશ થાય છે. સ્ત્રીને વારંવાર જોવાથી કામોત્તેજક ભાવનાથી કામજ્વર, અંગોમાં દાહ, આહારમાં અરુચિ, ધ્રુજારી વગેરે રોગો ઉત્પન્ન થઈ શકે છે અને આગળ વધતાં આત્મઘાત પણ થઈ શકે છે. (૭) ધર્મભ્રંશ - જે આ પૂર્વ અવસ્થાઓથી બચી શકતા નથી, તે કયારેક ચારિત્ર મોહનીયના ઉદય સાથે દર્શન મોહનીયના પ્રબળ ઉદયથી કેવળી પ્રરૂપિત શ્રત અને ચારિત્ર ધર્મથી ભ્રષ્ટ થઈ શકે છે. તેથી
સ્ત્રી, પશુ કે નપુંસક જ્યાં રહેતાં હોય, તેવાં સ્થાનોમાં બ્રહ્મચારીએ કયારે ય રહેવું ન જોઈએ. (ર) સ્ત્રીકથા સંચમ :४ णो इत्थीणं कहं कहित्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे ? आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं कहं कहेमाणस्स, बंभयारिस्स बंभचेरे संका कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं कह कहेज्जा । શબ્દાર્થ :- સ્થM - સ્ત્રીઓની, વ - વાતો, વિકથા, કથા, વદિતા દવ - કરતો ન હોય.
ભાવાર્થ :- જે સ્ત્રીઓની કથાવાર્તા કરતા નથી, તે નિગ્રંથ છે. પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર– આચાર્યે કહ્યું જે સાધુ સ્ત્રીઓની કથાવાર્તા કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલીન રોગ કે આંતક થાય અથવા તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય માટે નિગ્રંથે સ્ત્રીઓની કથાવાર્તા ન કરવી જોઈએ.
વિવેચન :
(૧) સ્ત્રીઓનાં અંગોપાંગ, રૂપ, લાવણ્ય, હાસ્યવિલાસ, હાવભાવ, ચાલ વગેરેની વાતો ન કરવી.