________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
[ ૩૦૩ ]
શંકા, બીજા લોકોને સંદેહ થાય, હા - ભોગની ઈચ્છા, ચાહના,
વિષ્ણા વા - બ્રહ્મચર્યનાં ફળ પ્રત્યે શંકા, ચિત્તમાં અસ્થિરતા, સમુનિ - ઉત્પન્ન થઈ જાય, બેય (એવું) - અલના અથવા વિનાશ, તન્ના - થઈ જાય, ૩મા - ઉન્માદ, ગાંડપણ, ઉન્મતતા, પ૩ ના થઈ જાય, વીંદiાં - લાંબા સમય સુધી રહેનાર, રોગ - શારીરિક રોગ, મા - શીધ્ર મૃત્યુ કરનાર રોગ, પ્લેગ વગેરે, વિષ્ણા - થઈ જાય, વરિપત્તાનો - કેવળજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત, થાઓ - ધર્મથી, એલેક્ઝા - ભ્રષ્ટ થઈ જાય, તન્હા , એટલા માટે, હા - નિશ્ચયથી, foથે - નિગ્રંથ મુનિએ, Oિ પશુપડા સંસારું - સ્ત્રી, પશુ અને નપુંસકો સંસક્તયુક્ત, થાણા - શય્યા અને આસન વગેરેનું, ગો વિના - સેવન કરવું ન જોઈએ. ભાવાર્થ - જે સ્ત્રી વગેરેથી રહિત એકાંત સ્થાન કે શયન આસન નું સેવન કરે છે, તે નિગ્રંથ છે પરંતુ જે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત સ્થાન કે શયન આસનનું સેવન કરે, તે નિગ્રંથ નથી. પ્રશ્નતે કેવી રીતે? અથવા તેનું શું કારણ છે? ઉત્તર–જે સ્ત્રી, પશુ અને નપુંસકયુક્ત શયન, આસનનું સેવન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય અથવા ઉન્માદ કે દીર્ઘકાલીન (લાંબા સમયના) રોગાતક થાય અથવા તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, માટે નિગ્રંથે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત સ્થાન કે શયન આસનનું સેવન ન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ બ્રહ્મચર્ય સમાધિસ્થાનનું સ્વરૂપ અને તેનું પાલન ન કરવાથી થતા અનર્થોનો નિર્દેશ છે. વિવિજ્ઞાઉં, સંસારું – (૧) વિવક્ત-સ્ત્રી અર્થાત્ દેવી, માનુષી કે તિર્યંચાણી; પશુ એટલે ગાય, ભેંસ, ઊંટ, બકરા કે બકરી આદિ અને પંડક અટલે નપુંસક, આ ત્રણેથી રહિત સ્થાન. (૨) સંસક્ત-સ્ત્રી આદિના સંસર્ગવાળાં સ્થાન. અહીં સૂત્રમાં વિવિક્ત શબ્દથી પ્રથમ વિધેય વચન છે, ત્યાર બાદ સંસક્ત શબ્દથી નિષેધ વચન છે, તેથી વિવિક્તનું તાત્પર્ય વધારે સ્પષ્ટ થઈ જાય છે.
સંય સારું :- શયન અને આસન. શયન એટલે પથારી, સંસ્મારક અથવા સૂવા માટેની પાટ વગેરે. ઉપલક્ષણથી રહેવાનું સ્થાન - ઉપાશ્રય વગેરેને પણ શય્યા કહે છે. આસન એટલે બાજોઠ, ટીપોઈ, ટેબલ અને વસ્ત્રનું આસન કે પગ લૂછવાનું વસ્ત્ર (પાદપ્રોપ્શન) વગેરે અર્થાત્ જેના ઉપર બેસી શકાય તે.
અબ્રહના સાત દુષ્પરિણામ :- શાસ્ત્રકારોએ સાધકને બ્રહ્મચર્યના વિષયમાં અસાવધાનીથી થતાં સાત દુષ્પરિણામ દર્શાવ્યા છે. (૧) શંકા :- સ્ત્રી વગેરેથી સંસક્ત સ્થાનમાં રહેવાથી સાધુનું ચિત્ત સ્ત્રી વગેરે તરફ આકર્ષિત થાય તો, માનસિક બ્રહ્મચર્ય દૂષિત થઈ જાય. સ્વયં પણ શંકાશીલ બની જાય અર્થાત બ્રહ્મચર્યના લાભ