________________
so
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
(૪) દૃષ્ટિસંયમ :
णो इत्थीणं इंदियाइं मणोहराई, मणोरमाइं आलोइत्ता, णिज्झाइत्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे ?
६ आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं इंदियाइं मणोहराई, मणोरमाइं आलोए -माणस्स, णिज्झायमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, ,कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं इंदियाइं मणोहराई, मणोरमाइं आलोएज्जा, णिज्झाएज्जा । શબ્દાર્થ :ફથીળ = સ્ત્રીઓની, મળોહારૂં – મનોહર અને, મળોમાર્ં – મનોરમ્ય, આકર્ષક, इंदियाई * નાક, આંખ, મુખ વગેરે ઈન્દ્રિયોને, સૌંદર્યને, નો આલોત્તા રાગ દષ્ટિથી જુએ નહિ, તે જોનાર, ખિજ્ઞાત્તા હવદ્ – તેનું ધ્યાન કરે નહિ, ધ્યાન ન કરનાર.
=
ભાવાર્થ :- જે સ્ત્રીઓની મનોહર અને સુંદર ઈન્દ્રિયોને જોતા નથી અને તેનું ચિંતન કરતા નથી, તે નિગ્રંથ છે.
પ્રશ્ન—તેનું શું કારણ છે ?
ઉત્તર–આચાર્યે કહ્યું –જે સ્ત્રીઓની મનોહર અને આકર્ષક ઈન્દ્રિયોને, વારંવાર એકીટશે જુએ છે અને તેનો વિચાર કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલીન રોગાંતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે સ્ત્રીઓની મનોહર તેમજ મનોરમ્ય ઈન્દ્રિયોને એકીટસે જોવી નહીં અને તેનો વિચાર કરવો નહીં, તેનું ધ્યાન ધરવું નહીં.
વિવેચન :
મનોહર અને મનોરમમાં અંતર ઃ- મનોહર એટલે ચિત્તાકર્ષક; મનોરમ એટલે ચિત્તાહ્લાદક.
ખિજ્ઞાત્તા :– નિર્ધ્યાન (ધ્યાન કરે નહીં) જોયા પછી તેના વિષયમાં ચિંતન કરવું, જેમ કે – આહ ! આ સ્ત્રીના નેત્ર કેટલાં સુંદર છે ! અથવા આલોકનનો અર્થ છે થોડું જોવું, નિર્ઘાનનો અર્થ છે વધારે રસ લઈને વ્યવસ્થિતપણે જોવું.
इंदियाई :- અહીં ઈન્દ્રિય શબ્દપ્રયોગથી સ્ત્રીના દરેક અંગોપાંગને સમજવા જોઈએ.